શું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

जय भीम युवा कलोल નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બીજેપી ના સંસદ હર્ષવર્ધન ને જાહેર જનતાએ રોપ ઉપર ખોબા ભરી ને વોટ આપ્યા….. વિચારો રોડ ઉપર જનતા નો આટલો વિરોધ હોવા છતાં ઇવીએમ મશીન થી ચૂંટાઈ આવે છે તેમને તમારા વોટ ની જરૂર નહીં  #બૈન ઇવીએમ. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના સાંસદ હર્ષવર્ધનને જાહેરમાં જનતા દ્વારા પીટવામાં આવ્યા તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 16 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.29-21_04_20.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભાજપના સાંસદ હર્ષવર્ધનને જાહેરમાં જનતા દ્વારા પીટવામાં આવ્યા તેનો આ વીડિયો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને financialexpress.com દ્વારા 19 ઓક્ટોમ્બર,2016 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, TMC ના સમર્થકો દ્વારા આસનસોલ ખાતે બાબુલ સુપ્રિયો પર હુમલો કરવામાં આવ્યો હતો. વધુમાં એ પણ જણાવ્યું હતું કે, ગુસ્સે ભરાયેલા TMC કાર્યકર્તાઓ દ્વારા ભાજપના નેતા સુબ્રત મિત્રાને પકડીને પોલીસની હાજરીમાં જ પિટાઈ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

image1.jpg

Archive

અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત માહિતી સાથેના સમાચાર ABP ANANDA દ્વારા 19 ઓક્ટોમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Times Now | ANI

નીચેના ફોટોમાં તમે સુબ્રત મિત્રા અને હર્ષવર્ધન વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

screenshot-docs.google.com-2020.09.29-10_59_46.png

અમારી વધુ તપાસમાં અમને હર્ષવર્ધન દ્વારા 27 નવેમ્બર, 2017 ના રોજ કરવામાં આવેલ એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે, મારા નામે વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. એ તદ્દન ખોટો છે. ખોટા ઈરાદા અને ભ્રામક માહિતી સાથે આ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે એ હર્ષવર્ધન નહીં પરંતુ ભાજપના તેના સુબ્રત મિત્રા છે. આ ઘટના વર્ષ 2016 માં પશ્ચિમ બંગાળના આસનસોલ ખાતે બની હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે એ હર્ષવર્ધન નહીં પરંતુ ભાજપના તેના સુબ્રત મિત્રા છે. આ ઘટના વર્ષ 2016 માં પશ્ચિમ બંગાળના આસનસોલ ખાતે બની હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False