શું ખરેખર મોહન ભાગવતે આ પ્રકારે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય……

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા I Support Namo નામના પેજ પર 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, कुछ लोग कहेते है सरकार RSS चला रही है, अरे मूर्खो जिस दिन RSS सरकार चलाईगी उस दिन ओविसी, नीतिश, राहुल, दिग्विजय सिंह. ममता बेनर्जी. अखलेश, आज़म खां. हार्दिक, कन्याहा आरक्षण नहीं सरंक्षण मांगेगे और पाकिस्तानी हमसे काश्मीर नहीं इस्लामाबाद मांगेगे આ પ્રકારે નિવેદન મોહન ભાગવત દ્વારા આપવામાં આવ્યુ છે. આ પોસ્ટ પર 463 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 75 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 99 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનું નિવેદન મોહન ભાગવત દ્વારા આપવામાં આવ્યુ.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી, જો મોહન ભાગવત દ્વારા આ પ્રકારે કયારેય પણ નિવેદન આપવામાં આવ્યુ હોય તો તે નેશનલ સમાચાર બને છે. અને ભારતના તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય, તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર कुछ लोग कहेते है की सरकार RSS चला रही है  : मोहन भागवत લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને NDTV INDIA દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમા જણાવવામાં આવ્યુ છે કે, “RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન, જો સરકારના પગ ડગમગ્યા તો સંઘ તેમને સકારાત્મક સલાહ આપશે.કાનપુરમાં શિક્ષા વર્ગના બૌધિક સત્ર દરમિયાન નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ એ જાણવુ પણ જરૂરી હતુ કે, મોહન ભાગવત દ્વારા હાર્દિક પટેલ, સહિતના નેતાઓ પર નિવેદન આપ્યુ છે કે કેમ. તેથી અમે ગૂગલ પર जिस दिन RSS सरकार चलाएगी हार्दिक कन्याहा आरक्षण नहीं सरंक्षण मांगेगे : मोहन भागवत લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

મોહન ભાગવત દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હોવાનું અમને જાણવા મળ્યુ ન હતું. જો કે, બાદમાં અમે યુ ટ્યુબ પર આ અંગે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ મોહન ભાગવત દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતું. 

આમ, મોહન ભાગવત દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ક્યારેય પણ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે મોહન ભાગવત દ્વારા ક્યારેય પણ આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. 

Avatar

Title:શું ખરેખર મોહન ભાગવતે આ પ્રકારે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: False