શું ખરેખર ઈરાન દ્વારા તાજેતરમાં અમેરિકાના હુમલા બાદ રિલિઝ કરાયેલી તસ્વીરો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Maqbul Saikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કયરા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકા દ્વારા તાજેતરમાં ઈરાન પર કરેલા હુમલા બાદ ઈરાન દ્વારા ઓફિશિયલ આ ફુટેજ રિલિઝ કર્યા છે.”

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

અમે તમને જણાવશું શું છે સત્ય……

જો ઈરાન દ્વારા આ પ્રકારે ઓફિશિયલ ફુટેજ જાહેર કરવામાં આવ્યા હોય તો વિશ્વના તમામ દેશો દ્વારા આ અંગે નોંધ લેવામાં આવી જ હોય. તેથી અમે તમામ ફોટોને એક બાદ એક ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને મળેલા પરિણામો તમે નીચે જોઈ શકો છો.

IMAGE NO.1

સૌપ્રથમ અમે પહેલા નંબરની ઈમેજને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને SALEM-NEWS નો 24 જૂલાઈ 2006નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવી હતી.  જે તમે નીચે જોઈ શકો છો. 

SALEM NEWS.png

SALEM-NEWS | ARCHIVE

IMAGE NO.2

ત્યારબાદ અમે બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને CBSNEWSનો 7 મે 2012નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

CBSNEWS.png

CBSNEWS | ARCHIVE

IMAGE NO.3ત્યારબાદ અમે ત્રીજા નંબરની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. VTM.ZIVE.CZ નામની વેબસાઈટનો તારીખ 7 માર્ચ 2018નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો.

VTM.png

VTM.ZIVE.CZ | ARCHIVE

IMAGE NO.4

ત્યારબાદ અમે 4 નંબરના ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને SHINEYOURLIGHT નો તારીખ 1 ડિસેમ્બર 2013નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

SHINEYOURLIGHT.png

SHINEYOURLIGHT | ARCHIVE

IMAGE NO.5

ત્યારબાદ અમે 5 નંબરની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને MIRROR.CO.UK નો 26 જૂલાઈ 2009નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

MIRROR.png

MIRROR.CO.UK | ARCHIVE

IMAGE NO.6

ત્યારબાદની ઈમેજને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ ફોટો અમને 1.CBN નામની વેબસાઈટ પર અમને આ ફોટો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

1CBN.png

1.CBN | ARCHIVE

IMAGE NO.7

ત્યારબાદની ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ ફોટો BIASEDBASEBALL નામના બ્લોગ દ્વારા 6 નવેમ્બર 2007માં શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

BIASEDBASEBALL.png

BIASEDBASEBALL | ARCHIVE

ત્યારબાદ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો પણ અમે સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધતા આ વિડિયો અમને 18 મે 2019ના HUSSEIN MEDIA દ્વારા શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદના પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા અન્ય એક વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ વિડિયો અમને Alexandr Barabanov નામના યુટ્યુબ યુઝર દ્વારા 12 નવેમ્બર 2018ના આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો હાલની નહિં પરંતુ જૂની છે. જે ઈન્ટરનેટ પર ઘણા સમયથી ઉપલબ્ધ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો ઘણા સમયથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ ફોટો હાલમાં શેર કરવામાં આવી રહી છે. 

Avatar

Title:શું ખરેખર ઈરાન દ્વારા તાજેતરમાં અમેરિકાના હુમલા બાદ રિલિઝ કરાયેલી તસ્વીરો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False