શું ખરેખર આ વીડિયો સુરતમાં થયેલા લાઈવ મર્ડરનો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા એક વ્યક્તિનું મર્ડર કરતો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સુરત ખાતે થયેલા લાઈવ મર્ડરનો છે જ્યાં કોઈને કાયદાનો ડર જ નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતનો નહીં પરંતુ હૈદરાબાદ ખાતે 10 જાન્યુઆરી, 2021 ના રોજ AIMIM ના લોકલ નેતા ખલીલની હત્યા કરવામાં આવી તેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર આ વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Divya Gujarat 24 નામના ફેસબુક પેજ દ્વારા 18 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સુરત લાઈવ મર્ડર…શું કાયદા નો કોઈ ડર જ નથી ?. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સુરત ખાતે થયેલા લાઈવ મર્ડરનો છે જ્યાં કોઈને કાયદાનો ડર જ નથી.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને V6 News Telugu દ્વારા 11 જાન્યુઆરી, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હૈદરાબાદના રંગારેડ્ડી જિલ્લાના રાજેન્દ્રનગર ખાતે 10 જાન્યુઆરીના રોજ AIMIM ના લોકલ નેતા ખલીલનું જાહેરમાં મર્ડર કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. 

Archive

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Hyderabadnews Urdu | Sach News

અમારી વધુ તપાસમાં અમને indiatoday.in દ્વારા 12 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, AIMIM નેતા મહંમદ ખલીલનું રાજેન્દ્રનગર ખાતે પથ્થરથી માથું ફોડીને હત્યા કરવામાં આવી હતી. જેના બાદ પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

screenshot-www.indiatoday.in-2021.01.21-19_37_24.png Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતનો નહીં પરંતુ હૈદરાબાદ ખાતે 10 જાન્યુઆરી, 2021 ના રોજ AIMIM ના લોકલ નેતા ખલીલની હત્યા કરવામાં આવી તેનો છે.

Avatar

Title:શું ખરેખર આ વીડિયો સુરતમાં થયેલા લાઈવ મર્ડરનો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •