શું ખરેખર પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને માર માર્યો તેની ફોટો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દુ યુવક દ્વારા મુસ્લિમ સમુદાયના બાળકને માર મારવાનો મામલો ખૂબ ચર્ચામાં છે. યુવકનો આરોપ છે કે તેણે મંદિરમાં પાણી પીધું હોવાથી તેણે બાળકને માર માર્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક આરોપીને પોતાનું નામ આસિફ જણાવે છે. 

આ ઘટના સાથે જ સોશિયલ મિડિયામાં બે ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં બાળકની સંપૂર્ણ પીઠ અને પગ પર માર મારવામાં આવ્યો હોય તેના નિશાન છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આ ફોટો ગાજિયાબાદના ઘટનામાં ભોગ બનેલા બાળક(આસિફ)ના છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલની ભારતની ઘટનાનો નહિં પરંતુ વર્ષ 2020ના યમનમાં બનેલી ઘટનાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ajay Vanvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આ ફોટો ગાજિયાબાદના ઘટનામાં ભોગ બનેલા બાળક(આસિફ)ના છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ બાળકના ફોટો Alhadath Yemen નામના ઓફિશિયલ ફેસબુક પેજ પર પ્રાપ્ત થયા હતા. 6 ઓક્ટોબર 2020ના આ બાળકના ફોટો અપલોડ કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો યમનના અલ-મહવિત પ્રાંતના છે. જ્યાં એક બાર વર્ષના બાળકને તેના પિતા દ્વારા મારમારવામાં આવ્યો હતો.

Archive

તેમજ આ ક્લુના આધારે જ્યારે અમે તપાસ શરૂ કરી તો અમને યમનના મિડિયા હાઉસ ખબર એજન્સી દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ અનુસાર “આ ફોટો યમનના અલ-મહવિતની છે, બાળકનું નામ શામાખ રશીદ છે. સ્થાનિક સ્રોત અને સામાજિક કાર્યકર્તાઓના હવાલેથી આ ફોટો અંગે માહિતી આપવામાં આવી હતી કે, સાવકી માતાની ફરિયાદ પરથી પિતા દ્વારા શામાખને આ રીતે મારમારવામાં આવ્યો હતો. તેમજ અમુક લોકોએ પણ કરી રહ્યા છે કે, પિતા દ્વારા હુથી આંદોલનમાં સામેલ થવાનું પુત્રને કહેવામાં આવ્યુ હતુ પરંતુ તેની પુત્રએ ના પાડતા પિતા દ્વારા તેને મારમારવામાં આવ્યો હતો.” 

તેમજ અરબના અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલની ભારતની ઘટનાનો નહિં પરંતુ વર્ષ 2020ના યમનમાં બનેલી ઘટનાનો છે.

Avatar

Title:શું ખરેખર પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને માર માર્યો તેની ફોટો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False