
રોડ પરથી શેરડીના રસનો ઠેલો બુલડોઝર થી ઉપાડી ટ્રકમાં નાખી અને લઈ જતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છ. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો આંશિક રીતે ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જયપુરનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના નોઈડાનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
TEJ NETRA નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમને આ વિડિયો 24મી માર્ચે In Khabarની વેરિફાઈડ ચેનલ પર પ્રસારિત થયેલો મળ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં બતાવવામાં આવેલી ઘટના ઉત્તર પ્રદેશના નોઈડાની છે. શેરડીનો રસ વેચતા સતીશ ગુર્જરનું મશીન સરકારી કર્મચારીઓ દ્વારા કચરાની ગાડીમાં બુલડોઝથી ભરવામાં આવ્યુ હતું.
આગળ જતાં, અમને 25 માર્ચે એબીપી ન્યૂઝની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે નોઈડા ઓથોરિટીએ 23 માર્ચે નોઈડાના DSC રોડથી નોન-વેન્ડિંગ ઝોનમાં સ્થાપિત શેરડીના રસનું ડિસ્પેન્સર જપ્ત કર્યું હતું. તે તેના માલિક સતીશ ગુર્જરને પરત કરવામાં આવી છે. તેમને નોઈડાના સેક્ટર-50માં અધિકૃત વેન્ડિંગ ઝોનમાં શેરડીનું મશીન ઈન્સ્ટોલ કરવા માટે જગ્યા આપવામાં આવી છે.
આગળ વધતા, અમને નોઇડા ઓથોરિટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સતીશ ગુર્જરનો એક વિડિયો પણ મળ્યો. તેમાં તેઓ પોતાનું મશીન પરત કરવા બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માની રહ્યા છે. તેમાં તેણે કબૂલ્યું હતું કે તેનું મશીન નોન વેન્ડિંગ ઝોનમાં છે અને તેની પાસે લાઇસન્સ પણ નથી. નોઈડા ઓથોરિટીની ચેતવણી પછી પણ તેણે મશીન હટાવ્યું ન હતું, તેથી તેને જપ્ત કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ આંશિક રીતે ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જયપુરનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના નોઈડાનો છે.

Title:શેરડીના રસની મશીન લઈ જતા સરકારી નોકરો ઉત્તર પ્રદેશના છે; જયપુરના નહીં…
Fact Check By: Yogesh KariaResult: Partly False
