શું ખરેખર હાલમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના વિરોધ દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં દેશ ભરમાં અગ્નિપથ યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફોન પર ઉચ્ચ અધિકારી બીજેપી ધારાસભ્ય બોમ્બ લઈને આવ્યા છે. પોલીસ વધુ આદેશો માંગી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિપથ યોજના દરમિયાન ચાલી રહેલા વિરોધ દરમિયાનનો પોલીસ કાર્યવાહીનો આ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અગ્નિપથ યોજના દરમિયાન ચાલી રહેલા વિરોધ દરમિયાનનો પોલીસ કાર્યવાહીનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ગયા વર્ષે જુલાઈમાં NDTV ઈન્ડિયાની ચેનલ પર પ્રસારિત થયેલો એ જ વિડિયો અમને મળ્યો. તેમની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિડિયો ઉત્તર પ્રદેશ સ્થિત ઈટાવાનો છે.

જેમાં ફોન પર વાત કરનાર પોલીસકર્મી ઈટાવાના પોલીસ અધિક્ષક પ્રશાંત કુમાર છે. તેઓ તેમના વરિષ્ઠોને કહે છે કે, “તેઓ સંપૂર્ણ પથ્થરો અને ઈંટો લાવ્યા છે. સર તેઓએ મને પણ થપ્પડ મારી છે. આ લોકો બોમ્બ પણ લાવ્યા હતા. ભાજપના લોકો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો.”

વધુ સર્ચ કરતા અમને 11મી જુલાઈ 2021ના રોજ હિન્દુસ્તાન ન્યૂઝ લાઈવ નામના ફેસબુક પેજ પર આ વિડિયોનું વિસ્તૃત સંસ્કરણ જોવા મળ્યું. આમાં તમે પોલીસ અધિક્ષકને ગુસ્સે થઈને કહેતા સાંભળી શકો છો કે તેમને થપ્પડ મારવામાં આવી હતી. અને તેની સાથે હાજર અન્ય પોલીસકર્મીઓ તેને સંભાળી રહ્યા છે. તમે નીચે જોઈ શકો છો.

11 જુલાઈ 2021ના રોજ પ્રકાશિત ટાઈમ્સ નાઉ નવભારતની વેબસાઈટ જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણી માટે મતદાનના દિવસે ઈટાવામાં હંગામો થયો હતો. જેના કારણે એક કલાક સુધી મતદાન અટકાવવામાં આવ્યું હતું. આ વિડિયો તે સમયનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા વિરોધ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2021નો છે. ઈટાવામાં બ્લોક પ્રમુખની ચૂંટણી દરમિયાનની ઘટના છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના વિરોધ દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply