શું ખરેખર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પરતવાડા એસટી ડેપો ખાતે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરવામાં આવેલી મોકડ્રીલનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel Kamlesh નામના ફેસબુક યુઝર દ્વારા 22 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથે એવું લખવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર ના પાલઘર એસ.ટી.ડેપો માં બે આતંકવાદી બોમ્બ સાથે ઝડપાયા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને City News Paratwada દ્વારા 14 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા દ્રશ્ય સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 14 ઓક્ટોમ્બરના રોજ પરતવાડા એસટી ડેપો ખાતે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આતંકી ગતિવિધીમાં સતર્કતા માટેની એક મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા 2 આતંકવાદીઓ પકડી લેવામાં આવ્યા હતા.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Amravati City News | Gavran 90

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમરાવતી ગ્રામીણના એસપી અવિનાશ બારગલ સાથે સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પરતવાડા એસટી ડેપો ખાતે આતંકી ગતિવિધીમાં સતર્કતાના ભાગરુપે કરવામાં આવેલી એક મોકડ્રીલનો છે. આ મોકડ્રીલ 14 ઓક્ટોમ્બર, 2021 ના રોજ આયોજીત કરવામાં આવી હતી.”

ત્યાર બાદ વધુમાં પરતવાડાના પોલીસ ઈન્સપેક્ટર સદાનંદ માનકર સાથે સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ પોલીસ દ્વારા લોકોની સુરક્ષાના ભાગરુપે કરવામાં આવેલી એક મોકડ્રીલનો છે. આ મોકડ્રીલને હકીકત સાથે કોઈ જ સંબંધ નથી.”

તેમના દ્વારા આ મોકડ્રીલના કેટલાક અન્ય વીડિયો પણ અમને મોકલવામાં આવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો.

વધુમાં તેઓએ અમને પરતવાડા ખાતે જે મોકડ્રીલ યોજાઈ હતી તેની એક પ્રેસનોટ પણ મોકલી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

unnamed.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પરતવાડા એસટી ડેપો ખાતે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરવામાં આવેલી મોકડ્રીલનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા…?

Fact Check By: Vikas Vyas 

Result: False