MNS નેતા જમીલ શેખના અંતિમ સંસ્કારનો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ સંસ્કારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એટલે કે જનાજાનો છે જ્યાં લોકડાઉનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો MNS નેતા જમીલ શેખના જનાજાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Satish Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 26 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ જુવો કોંગ્રેસી નેતા એહમદ પટેલનો જનાજો અને આપણે લગ્ન પ્રંસંગે 100 અને મૃત્યુ સમયે 50 ની પરમિશન આપવાની સરકાર વાત કરે છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એટલે કે જનાજાનો છે જ્યાં લોકડાઉનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આપકા પ્રહાર ટાઈમ્સ દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 25 નવેમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, MNS નેતા જમીલ શેખના જનાજામાં લાખો લોકો સામેલ થયા હતા. વધુમાં એ માહિતી પણ આપવામાં આવી હતી કે, MNS નેતા જમીલ શેખની બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Archive

આજ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. મુંબઈ મિરર | હિન્દુસ્તાની રિપોર્ટર | મહાઈન્ડિયા ન્યૂઝ

અમારી વધુ તપાસમાં અમને વીટીવી ગુજરાતી દ્વારા 26 નવેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોંગ્રેસના નેતા અહમદ પટેલની ભરૂચ પાસેના તેમના પૈતૃક ગામ પિરામણ ખાતે અંતિમવિધી કરવામાં આવી હતી. આ અંતિમવિધીનો વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

કોંગ્રેસના નેતા અહમદ પટેલની અંતિમવિધીનો અન્ય એક વીડિયો તમે અહીં જોઈ શકો છો. VNM TV

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોંગ્રેસના નેતા અહમદ પટેલના જનાજાનો નહીં પરંતુ MNS નેતા જમીલ શેખના જનાજાનો છે.

Avatar

Title:MNS નેતા જમીલ શેખના અંતિમ સંસ્કારનો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ સંસ્કારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False