
On News 24×7 નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ રેલ્વે સ્ટેશને લુંટ નો લાઈવ વિડિયો | ભૂખ્યા મજૂરો એ નમકીન ની સામુહિક લૂંટ કરી | શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ રેલવે સ્ટેશન પૂરતું ચાલુ છે, થોડા સમય પછી શહેરમાં પણ આ નજારો જોવા મળશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા.તેમજ 30 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હૈદરાબાદ રેલવે સ્ટેશન પર મજૂરો દ્વારા કરવામાં આવેલી ખાણી-પીણીની વસ્તુની લૂંટનો આ વિડિયો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી NEWS 18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના જૂના દિલ્હી રેલવે સ્ટેશનનો આ વિડિયો છે. જ્યાં શ્રમિકો દ્વારા ખાણી-પીણીની વસ્તુઓની લૂંટ ચલાવવામાં આવી હતી.”
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમન tv9 Bharatvarshનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે “આ વિડિયો જૂના દિલ્હી રેલવે સ્ટેશનનો છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હૈદરાબાદ રેલવે સ્ટેશનનો નહિં પરંતુ જૂના દિલ્હી રેલવે સ્ટેશનનો છે.

Title:શું ખરેખર હૈદરાબાદ રેલવે સ્ટેશન પર મજૂરો દ્વારા લૂંટ કરવામાં આવી તેનો વિડિયો છે…..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
