ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર, સાથે બીજા ક્યા ફેરફાર થશે, જાણો વિગતે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 530 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 83 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હવે ભારતમાં મોબાઈલ નંબર 11 આંકડાનો થઈ જશે.

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને Iamgujarat નો અહેવાલ પ્રાપ્ત થયો હતો.

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે “TRAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે 11 આંકડાનો મોબાઈલ નંબર નહિં થાય. ટ્રાઈના સેક્રેટરી SK ગુપ્તાએ ઑફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે ઘણા મીડિયા હાઉસિસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાઈએ 11 ડિજિટ નંબરિંગ સ્કિમ રેકમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે એવું કશું જ નથી. આ માત્ર એક સૂચન હતું જેને રિજેક્ટ કરી દેવાયુ છે.

Iamgujarat | Archive

ત્યારબાદ અમે TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં 31 મે 2020ના પ્રસારિત એક પ્રેસ રિલિઝ અમને પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઘણા મીડિયા હાઉસ દ્વારા તેમના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, TRAIએ મોબાઇલ સેવાઓ માટે 11 અંકની નંબરિંગ સ્કીમની ભલામણ કરી છે. જો કે તે અમારી ભલામણનું સંપૂર્ણ ખોટું અર્થઘટન કરવામાં આવ્યુ છે. ટ્રાઇએ મોબાઇલ સેવાઓ માટે 11-અંકની નંબરિંગ યોજનાની ભલામણ કરી નથી. હકીકતમાં, TRAI દ્વારા ભલામણ કરવામાં આવી છે કે, દેશમાં મોબાઇલ સેવાઓ માટે 10 અંકની સંખ્યાને જ અનુસરવાનું ચાલુ રાખવુ જોઈએ. અમે 11-અંકની મોબાઇલ નંબરિંગ યોજના નકારી કાઢી છે.

PR_No.34of2020

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતમાં હાલની પરિસ્થિતીએ મોબાઈલ નંબર 10 આંકડાનો જ રહેશે. જેની સ્પષ્ટતા TRAI દ્વારા કરવામાં આવી છે. ટ્રાઈ દ્વારા કરવામાં આવેલી ભલામણનું ઉંધુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર હવે ભારતમાં મોબાઈલ નંબર 11 આંકડાનો થઈ જશે....? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False