હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં નવું બનેલ રેલવે સ્ટેશન જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નવુ બનેલુ રેલવે સ્ટેશન જામનગર શહેરમાં આવેલુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર રેલવે સ્ટેશનનો નહિં પરંતુ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો વિડિયો છે. જે હાલમાં તૈયાર થયુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jitendra Ramaiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ નવુ બનેલુ રેલવે સ્ટેશન જામનગર શહેરમાં આવેલુ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝી ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવુ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ. પિયુષ ગોયલ દ્વારા તેને લગતો વિડિયો શેર કરવામાં આવ્યો.

ઝી ન્યુઝ | સંગ્રહ

પીયુષ ગોયલ દ્વારા શેર કરવામાં આવેલો વિડિયો તમે નીચે જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે, ગાંધીનગરમાં તૈયાર થયેલ રેલવે સ્ટેશન છે.

Archive

તેમજ અમને વિડિયોમાં રેલવે સ્ટેશન બહાર એક બિલ્ડિંગ જોવા મળ્યુ હતુ. જે અંગે શોધ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ બિલ્ડિંગ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલુ મહાત્મા ગાંધી મંદિર એક્ઝિબેશન હોલ છે. બંને વચ્ચેની સરખામણી તમે નીચે દોઈ શકો છો.

વર્ષ 2018માં ગાંધીનગર રેલવે સ્ટેશનનું કામ શરૂ થયુ હતુ ત્યારે એરિયલ વ્યુથી લેવામાં આવેલા ફોટોને ગાંધીનગર રેલવે અને અર્બન ડેવલોપ્મેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. જે ફોટોમાં ગાંધીનગર મહાત્મા મંદિર એક્ઝિબિશન હોલ પણ જોઈ શકાય છે. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ એક યુટ્યુબ યુઝર દ્વારા આ રેલવે સ્ટેશન અંદરથી લાઈવ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે ગાંધીનગર રેલવે અને અર્બન ડેવલોપ્મેન્ટ કોર્પોરેશન લીમીટેડ ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં પણ ગાંધીનગર રેલવે સ્ટેશનના ફોટો શેર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર રેલવે સ્ટેશનનો નહિં પરંતુ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો વિડિયો છે. જે હાલમાં તૈયાર થયુ છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર રેલવે સ્ટેશનનો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False