‎‎ Satyendra R Mishra નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Akhbar nager under bridge ma, New Vadaj Road, Ahmedabad. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગર અંડરપાસ ખાતે આવેલા દીપડાનો છે. આ પોસ્ટને 30 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 1000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 47 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.15-22_07_29.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગર અંડરપાસ ખાતે આવેલા દીપડાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને NTV Telugu નામની એક સમાચાર ચેનલ દ્વારા 14 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હૈદરાબાદમાં એક અંડરપાસમાં દીપડો જોવા મળ્યો જેને ડ્રોન વડે શોધી કાઢવામાં આવ્યો હતો.. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથેનો અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.
TV9 Bharatvarsh | News18 Bihar Jharkhand

ઉપરોક્ત તમામ સમાચારોમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હૈદરાબાદના એક અંડરપાસમાં દીપડો જોવા મળ્યો હતો. જેને પરિણામે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યાં સુધી વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચે ત્યાં સુધી દીપડો ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

Mumbai Mirror દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર 14 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-mumbaimirror.indiatimes.com-2020.05.15-22_55_25.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગરના અંડરપાસનો નહીં પરંતુ હૈદરાબાદના અંડરપાસમાં આવેલા દીપડાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગરના અંડરપાસનો નહીં પરંતુ હૈદરાબાદના અંડરપાસમાં આવેલા દીપડાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:હૈદરાબાદમાં આવેલા દીપડાનો વીડિયો અમદાવાદના નામે વાયરલ... જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False