જૂના ફોટો કોઈમ્બતૂરથી ઉટી રસ્તા પર તાજેતરના લોકડાઉનના ફોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International

CA Dharmesh Tamakuwala નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કોરોનાની #પોઝિટિવ #Effect…… કોઇમ્બતુરથી ઉટી (Ooty) જતા રસ્તા પર તેના મૂળ માલિકોએ કબ્જો જમાવ્યો છે. માણસોના ત્રાસથી મુક્ત પક્ષી અને પ્રાણીઓ…… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો તાજેતરમાં કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે કોઈમ્બતૂરથી ઉટી જવા પરના રસ્તા પર જોવા મળતા પશુ-પક્ષીઓના છે. આ પોસ્ટને 79 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.13-18_08_06.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો તાજેતરમાં કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે કોઈમ્બતૂરથી ઉટી જવા પરના રસ્તા પર જોવા મળતા પશુ-પક્ષીઓના છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને બંને ફોટો સર્ચ કરતાં અમને બંને ફોટોની જાણકારી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ફોટો નંબર 1 

92952971_2998954850166241_7846941301747482624_n.jpg

પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને Bird in punjab ફેસબુક પેજ દ્વારા 26 જૂન, 2019 ના રોજ આજ ફોટો સાથે મૂકવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2020.05.14-19_26_51.png

Archive

અમારી વધુ તપાસમાં અમને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર વામા અમાવ દ્વારા 29 ફેબ્રુઆરી, 2020 ના રોજ આજ ફોટો સાથે ટ્વિટર પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફોટો ચંદીગઢનો હોવાની માહિતી આપવામાં આવી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને 2 ફેબ્રુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આજ ફોટો તમે જોઈ શકો છો. એમાં એવી માહિતી આપવામાં આવી હતી કે આ વીડિયો ચંદીગઢના ચટબીર અભયારણનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત ફોટો કોઈમ્બતૂરથી ઉટી જવા પરના રસ્તાનો નહીં પરંતુ ચંદીગઢના એક અભયારણનો છે. જેને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી.

ફોટો નંબર 2

92130005_2998954906832902_1123933584915169280_n.jpg

પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને japantoday.com દ્વારા 28 જુલાઈ, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગરમીને કારણે જાપાનના નારા શહેરના રસ્તાઓને હરણો દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. 

image1.png

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેનો યુટ્યુબ પર 17 જુલાઈ, 2014 ના રોજ મૂકવામાં આવેલો એક વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમને Amazing Oasis નામના ફેસબુક પેજ દ્વારા 26 જાન્યુઆરી, 2018 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ ફોટો જાપાનના નારા શહેરનો હોવાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો જૂના છે અને કોઈમ્બતૂરથી ઉટી જવાના રસ્તા પરના નથી તેમજ આ બંને ફોટોને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો જૂના છે અને કોઈમ્બતૂરથી ઉટી જવાના રસ્તા પરના નથી તેમજ આ બંને ફોટોને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:જૂના ફોટો કોઈમ્બતૂરથી ઉટી રસ્તા પર તાજેતરના લોકડાઉનના ફોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False