Ashutosh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત આજ ના દ્રશ્યો આટલા બધા લોકો જો સુરત માંથી જ જો માઈગ્રેટ થતા હોય તો આખા દેશ ના ઔદ્યોગિક શહેરોની હાલત પણ આવી જ હશે બહુ મોટી મંદી આવી રહી છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત શહેરનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી સચોટ વિડિયો મળ્યો ન હતો. પરંતુ અમને ન્યુઝ18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 28 માર્ચ, 2020ના પ્રસારિત આ વિડિયોમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દેશભરમાં લોકડાઉન થયા બાદ પરપ્રાંતિય કામદારોની મોટી સમસ્યા છે. ગામમાં પાછા ફરવા માટે હજારો લોકો દિલ્હીના આનંદ વિહાર ખાતે એકઠા થયા હતા. આમાંથી કેટલાક દ્રશ્યો વાયરલ વીડિયો સાથે મળતો આવતો હતો.

ARCHIVE

સુરતના નામે વાયરલ થયેલી વિડિઓ અને ન્યુઝ 18ના રિપોર્ટ વચ્ચેની તુલના નીચે જોઈ શકો છો.

આ સિવાય ગેટી ઈમેજમાં પણ આ વિડિયોને મળતી એક ફોટો શેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પરપ્રાંતિય મજૂર દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા.” પત્રકાર શાહિદ સિદ્દીકીએ પણ આ પ્રકારનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેનો જવાબ આપતા એક વ્યક્તિએ કહ્યું કે હાલમાં તે મહારાષ્ટ્રના નામે વાયરલ થઈ રહી છે.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સુરતનો નહિં પરંતુ દિલ્હીના આંનદ વિહારનો છે. સુરતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર સુરતમાંથી મજૂરો બહાર જઈ રહ્યા છે તેના દ્રશ્યો છે...? આ જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False