શું ખરેખર કરીના કપૂરે કર્યો ભાજપનો પ્રચાર…? જાણો સત્ય

False રાજકીય I Political

Krunal Bambhroliya નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આજ થી RSSમાં જોડાઇને…હિન્દુત્વનો અને BJP નો પ્રચાર કરશે…કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન…??? ?જય શ્રી રામ?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં તમે કરીના કપૂર ખાનને ગળામાં ભાજપના ખેસ સાથે તેમજ દીકરા તૈમુર અલી ખાનને ટી શર્ટ પર નમો અગેઈન તેમજ હાથમાં ભગવા ધ્વજ સાથે જોઈ શકો છો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 113 લોકોએ લાઈક કરી હતી અને 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive | Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં દર્શાવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યો તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઘણા બધા ફોટો ટ્વિટર પર પોસ્ટ કરેલા જોવા મળ્યા હતા. જેમાં અમને DailyO નામની વેબસાઈટ પર પ્રસારિત કરેલા એક આર્ટિકલ પરથી જાણવા મળ્યું કે, કરીના કપૂર ખાન જ્યારે 29 એપ્રિલ, 2019 ના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પોતાના પુત્ર સાથે જાય છે ત્યારની આ તસવીર છે.  આર્ટિકલમાં મુંબઈ ખાતે મતદાન કર્યા બાદના કેટલાય બોલીવુડના સિતારાઓના ફોટો જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

DailyO | Archive

નીચે તમે કરીના કપૂર ખાનના આ ફોટો સાથેની કેટલીક ટ્વિટ પણ જોઈ શકો છો.

Archive | Photo Archive

Archive | Photo Archive

Archive | Photo Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે કાર્યવાહી આગળ વધારી તો અમને ઝુમ ટીવી દ્વારા તેના ઈન્ટાગ્રામના એકાઉન્ટ પર પણ 29 એપ્રિલ, 2019 ના રોજ કરીના કપૂર ખાન અને દીકરા તૈમુરનો આ જ ફોટો મૂકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમે કરીના કપૂર ખાનના મતદાન કરવા જતી વખતના ફોટો અને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના ફોટોની સરખામણી કરી તો અમને ફોટોમાં એડિટીંગ કર્યું હોવાનું માલૂમ પડ્યું. ત્યાર બાદ અમે ગ્રાફિક ડિઝાઈનના નિષ્ણાતને આ અંગે વાત કરી તો તેમણે અમને જણાવ્યું કે, આ ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરવામાં આવ્યું છે. આમ, ચૂંટણીના માહોલમાં કેટલાક ઠગબાજો દ્વારા ફોટોમાં એડિટીંગ કરીને આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હોય છે. નીચે તમે ઓરિજનલ ફોટો અને એડિટીંગ ફોટો વચ્ચેના તફાવતને સ્પષ્ટપણે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, કરીના કપૂર ખાન અને તેના દીકરા તૈમુર અલી ખાનના ફોટોને એડિટીંગ કરીને ઉપરની પોસ્ટમાં દર્શાવવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર કરીના કપૂરે કર્યો ભાજપનો પ્રચાર…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False