
Deepak C Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Full rainbow🌈 seen in Gujarat. It is visible once in 100-250 years. It is called Brahma Dhanush. Enjoy seeing it…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પૂર્ણ મેઘઘનુષ્ય ગુજરાતમાં જોવા મળ્યુ હતુ અને તે 100 થી 250 વર્ષમાં એકવાર જોવા મળે છે.”
FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો વર્ષ 2017થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યુ હતુ. ડો.અરવિંદ સિનોય દ્વારા તારીખ 8 ઓક્ટોબર 2017ના આ જ વિડિયો ટ્વિટ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના આજે પુણેમાં જોવા મળી હતી.”
ત્યારબાદ ફેક્ટ ક્રેસન્ડો દ્વારા ખગોળશાસ્ત્રી જોડે વાત કરવામાં આવી હતી અને આ વિડિયો જોતા તેમને જણાવ્યુ હતુ કે, આ મેઘઘનુષ્ય નથી, આ સૂર્ય પ્રભામંડળ છે. આ પ્રકારની ઘટના અસામાન્ય નથી. તે વિશ્વભરમાં જોવા મળે છે. આ જ નિવેદનના આધારે અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસનો “વેધર વર્લ્ડ પ્રોજેક્ટ 2010”નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર “સુર્યનો પ્રકાશ અથવા 22 ડિગ્રી હેલો પૃથ્વીના વાયુમંડળથી થઈ સિરસના વાદળોમાંથી સ્ફટિકોમાંથી પસાર થતા સૂર્ય પ્રકાશને કારણે એક રિંગ રચાય છે.”
પ્રાથમિક મેઘધનુષ્ય બહારના ભાગ પર લાલ હોય છે અને અંદરથી વાયોલેટ હોય છે, જ્યારે સૂર્ય અવરોધો લાલ હોય છે અને બહાર વાયોલેટ હોય છે. નીચેની તુલનામાં, પ્રાથમિક મેઘધનુષ્ય (ડાબી બાજુ) ની એક છબી સૂર્યના પ્રભામંડળ (જમણી) ની સાથે જોડવામાં આવી છે. બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
સંપૂર્ણ દુનિયામાં દિવસ દરમિયાન અને રાત દરમિયાનના ફોટોગ્રાફ્સને નીચે પોસ્ટ કરવામાં આવ્યા છે. જેના પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાંની ઘટના અસામાન્ય ઘટના નથી.
વર્ષ 2018 માં, ધ હિન્દુએ કર્ણાટકના શિવમોગા જિલ્લાના લોકો આવી જ 22 ડિગ્રી પ્રભામંડળની ઘટનાના સાક્ષી થયા હોવાનું જણાવ્યુ હતુ. “શિવમોગા એમેચ્યોર એસ્ટ્રોનોમિર્સ એસોસિએશનના કાર્યકાર હરોનોહલ્લી સ્વામીએ ધ હિન્દુને જણાવ્યુ હતુ કે, જ્યારે સૂર્યનો પ્રકાશ ષટ્કોણ સ્થગિત બરફના સ્ફટિકોમાં ફેરવાય છે ત્યારે સુપર સન હાલો સર્જાય છે અને 22 ડિગ્રી ત્રિજ્યાવાળા પ્રકાશનું સર્કલ તૈયાર થાય છે. જ્યારે સૂર્ય આ સ્ફટિકો સાથે કોઈ ચોક્કસ ખૂણા પર ગોઠવાય છે ત્યારે પ્રભામંડળ બનાવવામાં આવે છે,” તે પણ અહેવાલમાં જણાવાયું છે.
ગત ઓગસ્ટ મહિનામાં પણ આ વિડિયો મલ્યાલમ ભાષામાં વાયરલ થયો હતો. જેનું ફેક્ટચેક ફેક્ટ ક્રેસન્ડો મલ્યાલમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમજ આ ઘટના અસામાન્ય નથી. તે દૂનિયાના જૂદા-જૂદા ભાગમાં સમાંયતરે જોવા મળે છે. તેમજ તે મેઘધનુષ્ય નથી. સુર્ય પ્રભામંડળ છે.

Title:શું ખરેખર આ પૂર્ણ મેઘધનુષ્ય ગુજરાતમાં જોવા મળ્યુ હતુ…? આ જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
