શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના ગીરનો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને GSTVનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને આ વિડિયો વેરાવળનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

GSTV | ARTICLE ARCHIVE | NEWS VIDEO | NEWS VIDEO ARCHIVE

પરંતુ આ વિડિયો હજુ શંકા ઉપજાવે તેવો હતો તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી ગીરસોમનાથના ફોરેસ્ટ વિભાગનો સંપર્ક પણ અમે સાધ્યો હતો. ત્યાં હાજર એક ફોરેસ્ટ ઓફિસર દ્વારા પણ આ વિડિયો ગીરસોમનાથનો ન હોવાની પૃષ્ટી કરવામાં આવી હતી.

તો પછી આ વિડિયો છે ક્યાંનો તે તપાસવું પણ જરૂરી જણાતા અમે અમારી પડતાલ આગળ વધારી હતી દરમિયાન અમને dailymail.co.uk વેબસાઈટનો વર્ષ 2018નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફ્રીલાન્સ વાઈલ્ડ લાઈફ ફોટો ગ્રાફર પિટર હેયર્થ દ્વારા દક્ષિણ આફ્રિકાના ઝિમંગા પ્રાઈવેટ ગેમ રિઝર્વ પાર્કમાં આ દ્રશ્યો કેપ્ચર કર્યા હતા. 

https://www.dailymail.co.uk/news/article-6010641/Rare-footage-captures-lions-night-drinking-watering-hole.html#v-3484444718741474136

ARCHIVE

તેમજ પિટર હેયર્થ દ્વારા તેમની વેબસાઈટ પર પણ આ વિડિયો અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે પિટર હેયર્થનો તેમની વેબસાઈટ પરથી સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો તેમને જ ઉતાર્યો છે. અને સાઉથ આફ્રિકામાં ઉતાર્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના ગીરનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાનો છે. જેને વર્ષ 2018માં પિટર હેયર્થ દ્વારા તેમના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •