શુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેસલિંગમાં લડાઈ કરતી બે મહિલા રેસલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની મહિલા રેસલરે દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેને કુસ્તી લડવા પડકાર આપતાં સંધ્યા ફડકેએ પાકિસ્તાની રેસલરની પીટાઈ કરી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઇનો નહિ પરંતુ જલંધરમાં આવેલી ધ ગ્રેટ ખલીની ટ્રેનિંગ સ્કૂલનો છે. જેમાં રિંગની અંદર ઊભી રહીને કુસ્તી માટેની ચેલેન્જ કરી રહેલી મહિલા રેસલર પાકિસ્તાનની નહિ પરંતુ ધ ગ્રેટ ખલીની શિષ્યા બીબી બુલબુલ છે અને તેની સામેની મહિલા હરિયાણાની પૂર્વ પોલીસ અધિકારી કવિતા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hiral Chaudhary નામની ફેસબુક યુઝર દ્વારા 19 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મુંબઈમાં યોજાયેલી મહિલા free style કુસ્તીમાં એક પાકિસ્તાની મહિલાએ રિંગમાં ઉભા ઉભા હિન્દૂ મહિલાઓને અપમાનિત કરીને, કુસ્તી લડવા પડકાર ફેંક્યો. પડકાર જીલી લેનાર સન્ધ્યા ફડકે, RSS ની દુર્ગાવાહિનીની સભ્ય સન્ધ્યાએ રિંગમાં ઉતરીને કેવો જવાબ આપ્યો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની મહિલા રેસલરે દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેને કુસ્તી લડવા પડકાર આપતાં સંધ્યા ફડકેએ પાકિસ્તાની રેસલરની પીટાઈ કરી હતી.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને amarujala.com  દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયોના ફોટો સાથેના સમાચાર 17 જૂન, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, જલંધર ખાતે ધ ગ્રેટ ખલી ટ્રેનિંગ સ્કૂલ ખાતે યોજાયેલી કોંટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ એટલે કે CWE માં ધ ગ્રેટ ખલીની શિષ્યા બીબી બુલબુલે દર્શકોને તેની સાથે કુસ્તી કરવા ખુલ્લો પડકાર આપતાં કવિતા નામની મહિલાએ આ ચેલેન્જ સ્વીકારી અને રિંગમાં જઈને બીબી બુલબુલની ધુલાઈ કરી હતી. વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, કવિતા હરિયાણાની પૂર્વ પોલીસ અધિકારી રહી ચૂકી છે. વધુમાં કવિતા મિક્સ માર્શલ આર્ટ્સ ચેમ્પિયન પણ રહી ચૂકી છે.

screenshot-www.amarujala.com-2021.07.20-21_33_55.png

Archive

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતો. જે તમે અહીં જોઈ શકો છો. dnaindia.com  | bhaskar.com | thenewsminute.com

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો CWE ના સત્તાવાર યુટ્યુબ પર 13 જૂન, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 5 વર્ષ જૂનો છે..

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઇનો નહિ પરંતુ જલંધરમાં આવેલી ધ ગ્રેટ ખલીની ટ્રેનિંગ સ્કૂલનો છે. જેમાં રિંગની અંદર ઊભી રહીને કુસ્તી માટેની ચેલેન્જ કરી રહેલી મહિલા રેસલર પાકિસ્તાનની નહિ પરંતુ ધ ગ્રેટ ખલીની શિષ્યા બીબી બુલબુલ છે અને તેની સામેની મહિલા હરિયાણાની પૂર્વ પોલીસ અધિકારી કવિતા છે.

Avatar

Title:શુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી…?

Fact Check By: Vikas Vyas 

Result: False