હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સુતો હોવાનું જોવા મળી રહ્યો છે. તેમજ તેની આસપાસ ચિતાઓ જોવા મળી રહ્યા છે. અને આ વ્યક્તિ તેને પોતાની પાસે સુવડાવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો રાજસ્થાનના પિપળેશ્વર મહાદેવ મંદિરનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાનો છે. જે વિડિયો પ્રાણીશાસ્ત્રી ડોલ્ફ સી વોલ્કરનો છે. મંદિરના પુજારીનો હોવાની વાત ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sujal R Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગગૂલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને IFS ઓફિસર પ્રવિણ કસવાન દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર થી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ તેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “વિડિયોમાં દેખાતી વ્યક્તિ ડોલ્ફ સી વોલ્કર છે.” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ડોલ્ફ સી વોલ્કર દ્વારા તેમની યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટનાનો સંપૂર્ણ 6.45 મિનિટનો વિડિયો પ્રાપ્ત થયો હતો.

ARCHIVE

વિડિયોના વર્ણન અનુસાર, આ એક પ્રયોગ હતો. જે દક્ષિણ આફ્રિકામાં વોલ્કર દ્વારા સંચાલિત કરવમાં આવેલા “ચિતા અનુભવ” એક ચીતા પ્રજનન કેન્દ્ર છે. જેમણે ત્યાં ત્રણ ચીતા સાથે અમુક રાત વિતાવવાની અનુભતી મળી હતી.

તેમજ વધુ પડતાલમાં અમને જાણવા મળ્યુ હતુ કે, વોલ્કરે આ જ વિડિયો તેમના ટ્વિટર પર શેર કરી હતી અને તે જ વિડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો, તે પ્રોફાઇલનું નામ ‘ધ ચિતા વ્હિસ્પરર’ છે. તેમની યુટ્યુબ ચેનલ પરના તેમના બાયો અનુસાર, તે પ્રાણી અધિવક્તા છે અને તે પ્રાણીશાસ્ત્રની ડિગ્રી ધરાવે છે અને પ્રાણીઓની વર્તણૂકથી મોહિત છે અને તેમનો અભ્યાસ કરે છે. આ યુટ્યુબ ચેનલ પર, અમે જોયું કે તેમની પાસે 5.33 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને ચિત્તાના મોટી સંખ્યામાં વિડિયો ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો રાજસ્થાનના પિપળેશ્વર મહાદેવ મંદિરનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાનો છે. જે વિડિયો પ્રાણીશાસ્ત્રી ડોલ્ફ સી વોલ્કરનો છે. મંદિરના પુજારીનો હોવાની વાત ખોટી છે.

Avatar

Title:શું ખરેખર રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો આ વિડિયો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False