શું ખરેખર કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પર ભીડ તૂટી પડી છે અને આ વ્યક્તિ સાથે મારકૂટ કરવામાં આવી રહી હતી. તેમજ પોલીસ દ્વારા તેને છોડાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે વ્યક્તિને લોકો મારી રહ્યા છે તે કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા છે. જેને હિંદુઓ પર અભદ્ર ટિપ્પણી કરતા હુમલો કરવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે વ્યક્તિને લોકો મારી રહ્યા છે તે કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા છે. જેને હિંદુઓ પર અભદ્ર ટિપ્પણી કરતા હુમલો કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 19 ઓક્ટોબર 2016ના ANI દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વિડિયો અફલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પશ્ચિમ બંગાળમાં આસનસોલ જિલ્લામાં TMCના કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો અને અને તેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય ભાજપા કાર્યકર્તાઓં પર હુમલો કરવામાં આવ્યો હતો.” આ વિડિયોમાં તમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોના દ્રશ્યો પણ જોઈ શકો છો.

ARCHIVE

તેમજ એએનઆઈ દ્વારા વર્ષ 2016માં કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ જેમાં તે વ્યક્તિને પણ જોઈ શકાય છે જે કોંગ્રેસના ઉમેદવારના નામે હાલ વાયરલ થઈ રહ્યુ છે. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી દરમિયાન અમને એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જે વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે તે સુબ્રત મિશ્રા છે. જે ભાજપા નેતા છે.

NDTV | ARCHIVE

તેમજ અમે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા ફૂલસિંહ બારૈયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, તેમના નામે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. તેમના નામે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2016નો છે. તેમજ વિડિયોમાં જે વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે. તે ભાજપા નેતા સુબ્રત મિશ્રા છે. કોંગ્રેસના ઉમેદવાર ફૂલસિંહ બારૈયા નથી.

Avatar

Title:શું ખરેખર કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા પર હુમલો કરવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False