શું ખરેખર ભારતમાં નવી કરન્સી લોન્ચ કરવામાં આવી છે….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રૂપિયાના બંડલ, તેમજ 20 રૂપિયાનો, 100 રૂપિયાનો, 150 રૂપિયાના સિક્કા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટમાં જે કરન્સી શેર કરવામાં આવી તે હાલમાં ભારતમાં લોંચ કરવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Imraan Khan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટમાં જે કરન્સી શેર કરવામાં આવી તે હાલમાં ભારતમાં લોંચ કરવામાં આવી છે.”

FACEBOOK | FB POST ARCHIVE 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ભારતમાં કોઈપણ કરન્સી લોંચ આરબીઆઈ દ્વારા જ કરવામાં આવે છે. તેથી સૌપ્રથમ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ અમને હાલમાં કોઈ કરન્સી આરબીઆઈ દ્વારા લોંચ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ આરબીઆઈના પ્રેસ રિલિઝ સેક્શનમાં પણ કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી હતી દરમિયાન, અમને મે 2017 માં પ્રકાશિત થયેલ એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં લખ્યું હતું કે ગુલાબી અને લીલી એક રૂપિયાની નોટો ટૂંક સમયમાં ચલણમાં આવશે. 1994 માં સરકારે એક રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તે 2015 માં ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને અમદાવાદ આરબીઆઈ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. રિજનલ ડાયરેક્ટર એસ કે પાનીગ્રાહીની ઓફિસમાં હાજર કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “હાલમાં આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ પણ કરન્સી લોંચ કરવામાં નથી આવી. વાયરલ પોસ્ટમાં જોવા મળતા અન્ય સિક્કાઓ કોમે મોરેટિવ(યાદગાર) સિક્કા છે. યાદગાર સિક્કા કેટલાક પ્રસંગે જારી કરવામાં આવે છે અથવા કોઈની યાદમાં, તે કોઈ ચલણ નથી, એટલે કે, તે અન્ય સિક્કાઓનો બજારમાં અન્ય કરન્સીની જેમ વસ્તુ ખરિદી માટે ઉપયોગ કરવામાં આવતો નથી.

150 રૂપિયાના સિક્કા 

તપાસમાં અમને જાણવા મળ્યું કે વર્ષ 2011માં તત્કાલીન નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ આવકવેરા વસૂલાતનાં 150 વર્ષ પૂરા થવા પર 150 રૂપિયાનો એક સ્મરણાત્મક સિક્કો જારી કર્યો હતો. વાયરલ તસવીરમાં જોવા મળતો 150 રૂપિયાનો સિક્કો તે જ સિક્કો છે. આ સંબંધિત ન્યૂઝ રિપોર્ટ અહીં વાંચી શકાય છે.

100 રૂપિયાના સિક્કા 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018 માં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. સિક્કાની અને તેનાથી સંબંધિત મિડિયા અહેવાલોના ચિત્રો અહીં વાંચી શકાય છે.

20 રૂપિયાના સિક્કા 

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા 11 નવેમ્બર 2013 ના રોજ પ્રસારિત એક પ્રેસ રિલીઝ પ્રાપ્ત થઈ હતી. આ મુજબ, તે સમયે નાણાં પ્રધાન રહેલા પી.ચિદમ્બરમે મૌલાના અબ્દુલ કલામ આઝાદની 125 મી જન્મજયંતિ નિમિત્તે 20 રૂપિયાનો સ્મરણાત્મક સિક્કો જારી કર્યો હતો. આ સાથે સંબંધિત મિડિયા રિપોર્ટ અહીં વાંચી શકાય છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર હાલમાં ફક્ત 50 પૈસા, 1 રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે કોઈ કરન્સી હાલમાં ભારતમાં લોંચ કરવામાં નથી આવી, વાયરલ પોસ્ટમાં દેખાતા સિક્કા યાદગાર સિક્કા છે, જ્યારે એક રૂપિયાની નોટ હજી સુધી ફરતી થઈ નથી.

Avatar

Title:શું ખરેખર ભારતમાં નવી કરન્સી લોન્ચ કરવામાં આવી છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False