કાર્બોસેલના ગેરકાયદે થઈ રહેલા ખનનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં આવતું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડિઝલનો ભાવ વધતાં ટ્રેક્ટરને કૂવામાં મૂકી દેવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં આવી રહ્યું હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સુરેન્દ્રનગર ખાતે થઈ રહેલા ગેરકાયદે કાર્બોસેલના ખનનનો છે. આ વીડિયોને ડિઝલના ભાવવધારા કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kishan Mitra નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ડીજલનો ભાવ વધતા ટે્કટરને સાચવીને કુવામા મુકી દીધું. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડિઝલનો ભાવ વધતાં ટ્રેક્ટરને કૂવામાં મૂકી દેવામાં આવ્યું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર GSTV NEWS દ્વારા 24 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મુળી, સાયલા તાલુકાઓમાં કાર્બોસેલનું મોટા પ્રમાણમાં ગેરકાયદે ખનન થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

Archive

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Namaste Gujarat | sanjsamachar.net

divyabhaskar.co.in દ્વારા પણ આજ સમાચાર 24 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

screenshot-www.divyabhaskar.co.in-2021.10.26-18_58_36.png

Archive

અમારી વધુ તપાસમાં અમને દિવ્યભાસ્કર પેપર દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર 24 ઓક્ટોમ્બર, 2021 ના રોજ સુરેન્દ્રનગર આવૃત્તિમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા.

246583336_4411537022233499_350460685052343575_n.jpg

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે થાનના સ્થાનિક લોકો તેમજ સ્થાનિક પત્રકાર સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો કૂવામાં ટ્રેક્ટર ઉતારવાનો વીડિયો થાન પંથકમાં થઈ રહેલા કાર્બોસેલના ગેરકાયદે ખનનનો જ છે.

વધુમાં અમને એક સ્થાનિક સમાચાર ચેનલ ટીવી9 ઈન્ડિયા ગુજરાતી દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર 25 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં આવી રહ્યું હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સુરેન્દ્રનગર ખાતે થઈ રહેલા ગેરકાયદે કાર્બોસેલના ખનનનો છે. આ વીડિયોને ડિઝલના ભાવવધારા કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:કાર્બોસેલના ગેરકાયદે થઈ રહેલા ખનનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading