Abtak Media નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાબરકાંઠા : ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો, વીડીયો વાઇરલ #Sabarkantha #Hinmantnagar #Idar #Tiger. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો તેનો છે. આ પોસ્ટને 53 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.03-20_08_42.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડતી સર્ચ કરતાં અમને divyabhaskar.co.in દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા એક દ્રશ્ય સાથેના સમાચાર 2 ઓગષ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ ફરતો હોવાનો વીડિયો ફેક છે. આ વીડિયો 8 મહિના જૂનો છે. વનવિભાગ દ્વારા પાંચ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ નાઈટ વિઝન કેમેરામાં પણ કોઈ પણ પ્રકારના વાઘના પગના નિશાન કે મળ જોવા મળ્યા ન હતા.

screenshot-www.divyabhaskar.co.in-2020.08.03-20_26_05.png

Archive

વધુમાં ઇડર આરએફઓ ગોપાલભાઈ પટેલના જણાવ્યાનુસાર, બનાસકાંઠા જિલ્લામાંથી નાઇટ વિઝન કેમેરા લાવી રોજ રાત્રે કથિત જગ્યાએ લગાવી વોચ રખાઈ રહી છે. પરંતુ વાઘના નિશાન કે વાઘ જોવા મળ્યો નથી.

એ. સી.એફ. યોગેશ દેસાઇએ જણાવ્યું હતું કે, વીડિયોમાં હુંજ લખેલું આવે છે ઓડિયો પણ એડિટેડ હોય તેવું જણાય છે. પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઇ છે તથા વનવિભાગ દ્વારા વાઘની સંભવિત હાજરીના પૂરાવા શોધવા પણ તપાસ થઇ રહી છે. કમલેશ પટેલ નામના વ્યક્તિની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે મે માસમાં વાઘ જેવું કંઇક જોયું હતું. તેમણે ઉમેર્યું કે આટલા સમયથી વાઘ જેવું પ્રાણી રહેતું હોય તો પ્રતિદિન મારણના અવશેષો મળે જે અત્યાર સુધી બન્યું નથી તથા વિડીયો એડિટેડ, ફેક પૂરવાર થશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

જ્યારે રાયગઢના રેન્જ આર.એફ.ઓ અનિરુદ્ધસિંહે જણાવ્યું હતું કે, વાઘ દેખાયાની ચર્ચા કરનારાઓની પૂછપરછ કરાઇ છે તેમના કહ્યા મુજબના વિસ્તારોમાં ફૂટ પ્રિન્ટસ, મળ વગેરે જેવા પૂરાવા મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી તથા આગામી સમયમાં કેમેરા લગાવી વોચ રાખવા તજવીજ હાથ ધરાઇ છે.

અમારી વધુ તપાસમાં ABP Asmita દ્વારા પણ 2 ઓગષ્ટ, 2020 ના રોજ સાબરકાંઠા જિલ્લાના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની માહિતીનું ખંડન કરતા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મહારાષ્ટ્રના નાગપુરનો છે જેને એડિટિંગ કરીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર તમે અહીં જોઈ શકો છો. Sk24 Gujarat News | TV9 Gujarati

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે હુંજ ગામના સરપંચ સાથે આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરતો થયેલો વાઘનો વીડિયો હુંજ વિસ્તારનો હોવાની માહિતી તદ્દન ખોટી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખોટી માહિતી અને વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોને સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારનો હોવાની માહિતીનું વન વિભાગ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોને સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારનો હોવાની માહિતીનું વન વિભાગ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની વાત અફવા... જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False