શું ખરેખર આ વેવ બ્રિજ સાઉથ અમેરિકામાં આવેલો છે.?જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Ajab Gajab નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “A bridge on the Pacific sea in Ecuador in South America. Feel the waves!! What an amazing Engineering!!!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 569 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 26 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 464 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વેવ બ્રિજ સાઉથ અમેરિકાના ઈક્વાડોરમાં પેસેફિક સમુદ્રમાં આવેલો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “Wave bridge in Ecuador” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો ઘણા લાંબા સમયથી સોશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે. દરમિયાન અમને  આ જ વિડિયો યુ ટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. 29 જૂલાઈ 2012ના “Jetty @ Centara Grand Beach Resort & Villas Krabi”  શીર્ષક હેઠળ TheAloversconcerto નામના યુઝર દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો થાઈલેન્ડના ક્રાબીનો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આ સિવાય અમને savannah Rose નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2011ના અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટમાં શેર કરવામાં આવેલા બ્રિજનો જ છે. પરંતુ તેના બીજા એંગલથી લેવામાં આવ્યો હતો. જેમાં પણ આ બ્રિજ ક્રાબીનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે શકો છો. 

ARCHIVE

તેમજ thairath.co.th નામની એક વેબસાઈટ દ્વારા 13 જૂન 2014ના એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ક્રાબીમાં વધૂ પડતા તોફાની દરિયાના મોજાએ બે સ્પીડબોટને નુકશાની પહોચાડી હતી.” જેની સાથે આ જ પૂલના બે ફોટો પણ મુકવામાં આવ્યા હતા. તે તમે નીચે જોઈ શકો છો. 

Thairath.co.th | archive

આ સિવાય drizzlinghappiness.com નામની વેબસાઈટ દ્રારા પણ વર્ષ 2014ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. BRIDGE OF TERROR @ KRABI THAILAND શીર્ષક હેઠળ પ્રકાશિત આ અહેવાલમાં બ્રિજનો વિડિયો તેમજ બ્રિજની વિશેષતાઓ પણ જણાવવામાં આવી છે. જે તમે નીચે વાંચી શકો છો. 

DRIZZLINGHAPPINESS | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સાઉથ અમેરિકાનો નહિં પરંતુ થાઈલેન્ડના ક્રાબીનો છે. 

પરિણામ 

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સાઉથ અમેરિકાનો નહિં પરંતુ થાઈલેન્ડના ક્રાબીમાં આવેલા વેવ બ્રિજનો છે. 

Avatar

Title:શું ખરેખર આ વેવ બ્રિજ સાઉથ અમેરિકામાં આવેલો છે.?જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False