શું ખરેખર 3 રાત્રીમાં વાળ મૂળ માંથી કાળા થઈ જશે..? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

ગુજરાતી કલાકાર મિત્રો ના ચાહકોનું પેજ નામના ફેસબુક યુઝર દ્વારા તા.29 માર્ચ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 143 લોકો દ્વારા પોતાનો મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, 3 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 43 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 3 રાત સુધી 3 પતા વાળમાં લગાવવાથી વાળ મૂળ માંથી કાળા થઈ જશે.

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌ પ્રથમ અમે ગૂગલ પર “3 દિવસમાં વાળ થઈ જશે મજબુત” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.   

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને કયાંય પણ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેનું જાણવા મળ્યું ન હતુ. જો આ પ્રકારે કોઈ ઉપ્ચાર થતો હોય અને દુનિયામાં કોઈને ખબર ન હોય તે આશ્ચર્યની વાત હતી, તેથી અમે યૂટ્યુબ પર “3 દિવસમાં વાળ થઈ જશે મજબુત” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને કયાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના પરિણામો પ્રાપ્ત થયા ન હતા, તેથી અમે અમારી પડતાલને આગળ વધારી અને એમડી ડોક્ટર કૃણાલ સોલંકી જોડે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, ત્રણ દિવસમાં આ પ્રકારના ઉપ્ચારથી પરિણામ મળવું અઘરૂ છે. આ વાત મેડિકલ સાઈન્સ પ્રમાણે  ખોટી છે. ત્રણ દિવસમાં મૂળમાંથી વાળ કાળા થઈ જવા શક્ય નથી.

ત્યાર બાદ અમે આયુર્વેદના નિષ્ણાંત અમદાવાદની આયુર્વેદ હોસ્પિટલમાં બ્યુટીકેરની ઓપીડી જોઈ રહેલા ડો. શોભા દવે જોડે આ અંગે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારના ઉપ્ચારમાં ઓછા માં ઓછા 60 દિવસનો સમય લાગે છે. ત્રણ દિવસમાં કોઈ પરિણામ મળવું શક્ય નથી. એક મહિના બાદ થોડો સુધારો જોવા મળે છે. આ ઉપ્ચાર સાથે તમારે તમારા ખોરાકમાં પણ ધ્યાન રાખવું પડે છે.

ઉપરોક્ત આર્ટિકલના અંતમાં પણ લખવામાં આવેલુ છે કે, આ પ્રકારે કરવાથી 3 દિવસમાં જ ફરક દેખાશે, સારા પરિણામ માટે 3 વિક સુધી આ પ્રયોગ કરો.

આમ, હેંડલઈનમાં કરવામાં આવેલી વાત ક્યાય પણ સાબિત થતી નથી. તેમજ પોસ્ટ સાથે જે આર્ટિકલ શેર કરવામાં આવ્યો છે, તેમાં પણ 3 અઠવાડિયા સુધી આ ઉપ્ચાર કરવાનું જણવવામાં આવ્યુ છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જણાવવામાં આવેલા ઉપ્ચાર પ્રમાણે પરિણામ 3 દિવસમાં મળ્યુ શક્ય નથી.

Avatar

Title:શું ખરેખર 3 રાત્રીમાં વાળ મૂળ માંથી કાળા થઈ જશે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •