શું ખરેખર લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતની 93 વર્ષ જુની “લક્ષ્મી વિલાસ બેન્ક ” ની 569 શાખા બંધ #બાકી બધુ ઠીક છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની 93 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ. આ પોસ્ટને 256 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 5 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 61 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.04-22_19_41.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતની 93 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને ધ ન્યૂ ઈન્ડિયન એક્પ્રેસ દ્વારા 23 ઓક્ટોમ્બર, 2019  ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, સોશિયલ મીડિયા પર લક્ષ્મી વિલાસ બેન્કના એટીએમ અને શાખાઓ બંધ થવાની ખોટી માહિતી વાયરલ કરવા બદલ લક્ષ્મી વિલાસ બેન્ક દ્વારા ચેન્નાઈ સાયબર પોલીસમાં 3 ફેસબુક એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો

screenshot-www.newindianexpress.com-2019.11.05-18_13_42.png

Archive

આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

indiantelevision.comnewsexperts.in
ArchiveArchive

અમારી વધુ તપાસમાં અમને લક્ષ્મી વિલાસ બેન્કના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર પણ સોશિયલ મીડિયા પર જે માહિતી વાયરલ થઈ રહી છે એ ખોટી હોવાની તેમજ ખાતેદારોની રકમ બેન્કમાં સલામત હોવાની જાણ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સમગ્ર સંશોધનના અંતે અમને લક્ષ્મી વિલાસ બેન્ક દ્વારા સોશિયલ મીડિયા પર 3 ફેસબુક એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હોવાની તેમજ બેન્કના કોઈ પણ એટીએમ કે શાખાઓ બંધ નથી થઈ અને પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ખોટી હોવાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-hindi.boomlive.in-2019.11.05-13_25_11.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થવાની માહિતી એક અફવા માત્ર છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થવાની માહિતી એક અફવા માત્ર છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False