શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે -રવિશંકર પ્રસાદ વાહ મોદીજી વાહ યુવાઓ મજા આવે છે ને. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એવું કહ્યું કે, યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે. આ પોસ્ટને 119 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 56 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.04-17_54_16.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી મુદ્દે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ रविशंकर प्रसादने कहा कि युवानो को नोकरी देने का हमने ठेका नही ले रखा સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને ANI  અને BBC દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા.

આ સમાચારોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, 12 ઓક્ટોમેબર, 2019 ના રોજ મુંબઈ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, देखिये, मैं आपको कुछ आकड़े देना चाहता हूँ | क्योंकि आपने ‘unemployment’ की बात कही है, तो मैं जरूर आपके इस प्रश्न का उत्तर देना चाहूँगा | ये Employee Provident Fund Organisation है ना ? Employee Provident Fund उसी का कटता है, जो employment मे रहता है | September 2017 से June 2019 के बीच 2.54 करोड़ people registered हुए हैं | मतलब ये employed हैं | हमने 19 करोड़ लोगों को ‘मुद्रा योजना’ में 7.5 लाख करोड़ लोन दिया है | इसमें 19 करोड़ का आधा कर दीजिये, आधा लोगों ने भी किसी एक को नौकरी दिया, स्वयं को स्वरोजगार किया, तो कितने करोड़ को नौकरी मिली ? मैं देश का ‘Electronic’ मंत्री भी हूँ | जब मेरी सरकार आई थी, तो देश में सिर्फ़ 2 Mobile Factory थे, सिर्फ़ 2 | अब देश में 268 Mobile Factory है और भारत दुनिया की 2nd सबसे biggest Mobile Manufacturing Country बन गया है | 6 लाख लोग प्रत्यक्ष अप्रत्यक्ष काम करते है | मैं उस report को गलत कहता हूँ और पूरी जिम्मेवारी के साथ NSSO ने जो मैंने इतने आकड़े बताये, उसको उसमें रखा है ? मैंने आपको 10 number बताये, सब प्रमाणिक नंबर है | एक नहीं है उनके रिपोर्ट में | क्यों नहीं है ? Electronic Manufacturing में, IT क्षेत्र में, मुद्रा लोन में, Common Service Centres में ? हमने कभी नहीं कहा था, सबको ‘सरकारी नौकरी’ देंगे और वो भी नहीं कहते हैं | इसलिए, कुछ लोगों ने योजना बत्तरीके से उसे mislead करने की कोशिश की थी | And I am saying so with full sense of responsibility. में दिल्ली में भी बोल चुका हूँ |”

ઉપરોક્ત નિવેદનમાં રવિશંકર પ્રસાદે બેરોજગારી મુદ્દે ‘NSSO’ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર ચર્ચા કરી હતી. ત્યારે તેઓએ એવું કહ્યું હતું કે, દરેક બોરોજગાર યુવકને સરકારી નોકરી જ મળશે એવો વાયદો તેમની સરકારે કર્યો ન હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

aninews.inbbc.com
ArchiveArchive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં રવિશંકર પ્રસાદ દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનનો જે દાવો કરવામાં આવ્યો છે એ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવ્યો છે. વાસ્તવમાં રવિશંકર પ્રસાદ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ક્યાંય પણ તેમના દ્વારા યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે એવી વાત કરવામાં નથી આવી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા ક્યાંય પણ બેરોજગારી પર આ પ્રકારનું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False