શું ખરેખર યુરો કપ જીત્યા બાદ ઇટાલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ ફક્ત બીજી વાર બનવા પામ્યુ હતુ, જ્યારે ઇટાલીએ નેઇલ-બાઇટિંગ પેનલ્ટી ફિનિશમાં ઇંગ્લેન્ડને હરાવીને યુરો કપ જીત્યો હતો. ત્યારબાદ ઘર પરત આવ્યા બાદ હજારો ઇટાલિયન લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા, ધ્વજ લહેરાવતા, ગીતો ગાયા, સંગીત વગાડતા હતા અને ફટાકડા ફોડ્યા હતા. 

આવો એક વિડિયો હાલમાં શેર કરવામાં આવી રહ્યો છે લોકો એક રસ્તા પર ફટાકડા ફેલાવવાની લાંબી લાઈનમાં ગોઠવી તેને ફોડી છે. ઘણાં સોશિયલ મિડિયા યુઝર્સે આ વિડિયોને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઇટાલીમાં વિજેતા થયા બાદ ઉજવણી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઇટાલીમાં યુરો કપના વિજય ઉજવણીની ઉજવણીનો નહિં પરંતુ તાઇવાનનો ત્રણ મહિના પહેલાનો વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Liladhar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઇટાલીમાં વિજેતા થયા બાદ ઉજવણી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો આ વર્ષના એપ્રિલ મહિનામાં કેટલાક ફેસબુક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને જેના શીર્ષકમાં ચાઈનીઝમાં “બૈશાતુન માઝુ” લખવામાં આવ્યુ હતુ. 

જે સંબંધિત કિવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતા અમને તાઇવાન ન્યૂઝ ચેનલ “SETN”નો એક યુટ્યુબ વિડિયો વાયરલ વિડિયો જેવા જ વિઝ્યુઅલ બતાવતો મળ્યો. આ યુટ્યુબ વિડિયો 16 એપ્રિલ, 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયોના શીર્ષકમાં કહેવામાં આવ્યું છે કે, તે 500 મીટર લાંબો રસ્તો પર બૈશાતુન માઝુને આવકારવા માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે.

બૈશાતુન માઝુ દરિયાઇ દેવી મત્સુ માટે તાઇવાનમાં દર વર્ષે યોજાયેલી યાત્રાધામનો સંદર્ભ આપે છે. તાઇવાન દૈનિક “તાઈપે ટાઇમ્સ” મુજબ બૈશાતુન મઝુ તીર્થસ્થાન એ તાઇવાનની સૌથી મોટુ ધાર્મિક સરઘસ છે જે દર વર્ષે મિયાઓલી કાઉન્ટીના બૈશાતુનથી શરૂ થાય છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, બૈશાતુનનું ગોંગ ટીઆન મંદિર સમુદ્ર દેવી મત્સુ માટે જુલુસનું આયોજન કરે છે, જે બીજા મંદિર અને પરત પહોંચવા માટે લગભગ 400 કિ.મી. અંતર કાપે છે. આ વર્ષના શોભાયાત્રામાં ભાગ લેવા માટે લગભગ 78,૦૦૦ લોકોએ સાઇન અપ કર્યું હતું. 

આમ ઉપરોક્ત પરિણામો પરથી તે તો સ્પષ્ટ છે કે, ઇટાલીમાં યુરો કપના વિજય ઉજવણીની ઉજવણીનો નહિં પરંતુ તાઇવાનનો ત્રણ મહિના પહેલાનો વિડિયો છે. જો કે, ઇટાલીમાં પણ ઉજવણી દરમિયાન ફટાકડા વાપરવામાં આવતા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઇટાલીમાં યુરો કપના વિજય ઉજવણીની ઉજવણીનો નહિં પરંતુ તાઇવાનનો ત્રણ મહિના પહેલાનો વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર યુરો કપ જીત્યા બાદ ઇટાલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી…?

Fact Check By: Yogesh Karia 

Result: False