શું ખરેખર હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો આ વિડિયો છે..? જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં વાવાઝોડાના ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે. 4 મિનિટના આ વિડિયોમાં વાવાઝોડાનું વંટોળ માણસો ઘર અને તમામ વસ્તુઓ ઝપેટમાં આવી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો છે. જેમાં પ્લેન પણ ઉડી ગયુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તે હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાનો દ્રશ્યો નથી. પરંતુ વર્ષ 2014માં આવેલી ફિલ્મ into the storm ના દ્રશ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vadgam Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો છે. જેમાં પ્લેન પણ ઉડી ગયુ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને કોઈ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ વિડિયોને ધ્યાનથી જોતા તેમાં નીચેના ભાગમાં 2 kypn લખેલું જોવા મળ્યુ હતુ. તેથી અમે ગૂગલ પર 2 kypn લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને deadline.com નામની વેબસાઈટનો 27 માર્ચ 2014નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. “Hot Trailer: Warner Bros’ ‘Into The Storm’” જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ન્યુ લાઈન સિનેમા અને વિલેજ રોડ શો પિક્ચર્સ દ્વારા 8 ઓગસ્ટ 2014ના સ્ટીવન કવલ-હેલ્મડ ઈન ધ સ્ટોર્મ રિલિઝ થશે. જેનું પહેલું ટ્રેઈલર છે. જે પ્રોફેશનલ સ્ટોર્મ ચેઝર્સની આંખો અને લેન્સ દ્વારા કહેવામાં આવ્યું છે. જે અહેવાલ અને ટ્રેલર બંને આપ નીચે જોઈ શકો છો.

Deadline | Archive

ઉપરોક્ત ટ્રેલરના દ્રશ્યો અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોના દ્વશ્યો એક જ હોવાનું જણાઈ રહ્યુ છે. ત્યારબાદ અમે યુટ્યુબ પર INTO THE STORM લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં Warner bros, pictures નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 27 જૂન 2014ના Into the Storm – Official Main Trailer [HD] શીર્ષક હેઠળ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત વિડિયોના દ્રશ્યો અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોના દ્રશ્યો એક જ હોવાનું જોવા મળ્યુ હતું. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તે હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાનો દ્રશ્યો નથી. પરંતુ વર્ષ 2014માં આવેલી ફિલ્મ into the storm ના દ્રશ્યો છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો આ વિડિયો છે..?

Fact Check By: Yogesh Karia 

Result: False