તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોઈ જગ્યાએ લાગેલી ભયાનક આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા CNG પંપ ખાતે લાગેલી આગનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ CNG પંપ ખાતે લાગેલી આગનો નહીં પરંતુ એક લગ્નના મંડપમાં લાગેલી ભયાનક આગનો છે. જેની દિલ્હી પોલીસ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujarat Herald News નામના ફેસબુક યુઝર દ્વારા 28 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિલ્લી ના રોહિણી સેકટર 11 માં CNG પંપ માં લાગી ભીષણ આગ. પંપ માં બ્લાસ્ટ સાથે આગ લાગતા લોકો માં અફરાતફરી નો માહોલ. #newdelhi. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા CNG પંપ ખાતે લાગેલી આગનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Deshhit News નામની યુટ્યુબ સમાચાર ચેનલ દ્વારા 28 માર્ચ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં જોવા મળ્યો હતો. જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીના રોહિણી ખાતેના જાપાનીઝ પાર્કમાં લગ્નમંડપમાં ભયંકર આગ લાગી તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેની ટ્વિટ Delhi Police દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. આ સાથે એવું લખવામાં આવ્યું હતું કે, આ વીડિયો CNG પંપ પર લાગેલી આગનો નહીં પરંતુ રોહિણી સ્થિત એક લગ્ન મંડપમાં લાગેલી ભયાનક આગનો છે.

Archive

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી જ ટ્વિટને DCP Rohini દ્વારા રિટ્વિટ કરવામાં આવી હતી.

અમારી વધુ તપાસમાં અમને એનડીટીવી ઈન્ડિયા તેમજ ન્યૂઝ 18 ઈન્ડિયા દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ CNG પંપ ખાતે લાગેલી આગનો નહીં પરંતુ એક લગ્નના મંડપમાં લાગેલી ભયાનક આગનો છે. જેની દિલ્હી પોલીસ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર દિલ્હીના રોહિણી ખાતે આવેલા CNG પંપ ખાતે લાગેલી આગનો આ વીડિયો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Missing Context