શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા ભાજપની મહિલા ધારાસભ્ય છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ભાજપની મહિલા ધારાસભ્ય છે અને તે માસ્ક પહેરવા પર ગભરામણ અને ઉલ્ટીઓ થાય છે એવું કહી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભાજપની મહિલા ધારાસભ્યનો નહીં પરંતુ બસપાની મહિલા ધારાસભ્ય રામબાઇનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Karunesh Ranpariya નામના ફેસબુક યુઝર દ્વારા 21 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ભાજપની મહિલા ધારાસભ્ય છે અને તે માસ્ક પહેરવા પર ગભરામણ અને ઉલ્ટીઓ થાય છે એવું કહી રહી છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને દ્વારા hindi.asianetnews.com પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 26 ફેબ્રુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મધ્યપ્રદેશમાં બસપાની ધારાસભ્ય રામબાઇનો છે. જેણે પત્રકારને અભણ કહ્યો અને માસ્ક ન પહેરવા બદલ એવું કહ્યું કે, માસ્ક પહેરવાથી મને ગભરામણ થાય છે અને ઉલ્ટીઓ થાય છે.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | madhyakesari.com | mpbreakingnews.in
અમારી વધુ તપાસમાં અમને News18 India દ્વારા પણ 24 ફેબ્રુઆરી, 2021 ના રોજ બસપાની ધારાસભ્ય રામબાઇના માસ્ક ન પહેરવા તેમજ પત્રકારને આપવામાં આવેલા જવાબ અંગેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભાજપની મહિલા ધારાસભ્યનો નહીં પરંતુ બસપાની મહિલા ધારાસભ્ય રામબાઇનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા ભાજપની મહિલા ધારાસભ્ય છે...?
Fact Check By: Vikas VyasResult: False