
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક સ્થાનિક લોકો દ્વારા ભાજપાના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે અને ભાજપાના કાર્યકરો આગળ વધવાની બદલે પાછા જઈ રહ્યા છે. આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા લોકોના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા દિલિપ ઘોષ પર હુમલો કરવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017માં બનેલી ઘટનાનો છે. દિલિપ ઘોષના આ વિડિયોને હાલની બંગાળની ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sagar Gajjar Duchakwada નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા લોકોના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા દિલિપ ઘોષ પર હુમલો કરવામાં આવ્યો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને એબીપી ન્યૂઝ દ્વારા 6 ઓક્ટોબર 2017ના સમાચાર પ્રસારિત કર્યા હતા. આ સમાચાર મુજબ આ ઘટના 2017માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં બની હતી. ભાજપના બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષને ગોરખા ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ બિનય તમાંગના સમર્થકોએ માર માર્યો હતો અને તેનો પીછો કર્યો હતો. ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા અલગ ગોરખાલેન્ડની માંગણી માટે 108 દિવસની હડતાલ પછી જ 5 ઓક્ટોબર, 2017 ના રોજ દિલીપ ઘોષ દાર્જિલિંગમાં ગયા હતા.
આ સમાચારને 5 ઓક્ટોબર 2017ના રોજ રિપબ્લિક વર્લ્ડ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યાં હતાં. આ બુલેટિનમાં સોશિયલ મિડિયામાં વાયરલ વિડિયોમાં જે દ્રશ્યો દેખાય છે તે જોઇ શકાય છે.
ઇકોનોમિક ટાઇમ્સ (સંગ્રહ)ના સમાચારો અનુસાર, દિલિપ ઘોષ ગુરૂંગ જૂથ્થના નેતાઓને મળવા અને વિજયા સંમેલન કાર્યક્રમના આયોજન માટે દાર્જિલિંગમાં ગયા હતા. પ્રદેશ પ્રમુખ પર મોરચાના સમર્થકોના જૂથે બિનય તમાંગના જૂથ દ્વારા હુમલો કર્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017માં બનેલી ઘટનાનો છે. દિલિપ ઘોષના આ વિડિયોને હાલની બંગાળની ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી.

Title:શું ખરેખર ચૂંટણી પ્રચાર માટે ગયેલા દિલિપ ઘોષ પર હાલમાં બંગાળમાં હુમલો થયો…?
Fact Check By: Yogesh KariaResult: False
