યશોભૂમિના ઉદ્ઘાટન માટે આવેલા કારીગરોની તસવીરો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….
યશોભૂમિના ઉદ્ઘાટન દરમિયાન મોચી અને કુંભાર બે અલગ-અલગ લોકો હતા. બંનેની તસવીરો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે દિલ્હીના દ્વારકામાં સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર યશોભૂમિ (IICC)ના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન દરમિયાનની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરવામાં આવી રહી છે કે, “આ ઉદ્ઘાટનમાં મોચીની અને કુંભાર એક જ છે જેને બંને તરીકે બેસાડવામાં આવ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આઝાદ કિસાન નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ઉદ્ઘાટનમાં મોચીની અને કુંભાર એક જ છે જેને બંને તરીકે બેસાડવામાં આવ્યો હતો..”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 17 સપ્ટેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં 10.08 મિનિટે જોઈ શકાય છે કે પીએમ મોદી મોચીને મળે છે, જે ત્યાં બેસીને જૂતા સીવી રહ્યો છે. આ વ્યક્તિના ચહેરા પર મૂછ છે અને તેના ખિસ્સામાં ચશ્મા જેવું કંઈક દેખાય છે. તો વીડિયોમાં 10.26 મિનિટે જોઈ શકાય છે કે પીએમ મોદી કુંભાર પાસે જાય છે. વ્યક્તિને ધ્યાનથી જોતા અમને જાણવા મળ્યું કે વ્યક્તિના ચહેરા અને શરીરની રચના મોચી કરતા તદ્દન અલગ હતી. માણસને મોટી મૂછો નથી અને તેના ખિસ્સામાં પેન જેવું કંઈક દેખાય છે, ચશ્મા નહીં.
તેમજ ઘણા બધા મીડિયા અહેવાલમાં આ બંને વ્યક્તિની તસ્વીર જોઈ શકાય છે અને બંને અલગ જ હોવાનું સાબિત થાય છે. જે તમે નીચેની લિંક પર ક્લિક કરી વાંચી શકો છો. (લિંક-1, લિંક-2, લિંક-3, લિંક-4)
તેમજ તમે બંને વ્યક્તિ વચ્ચેની તસ્વીરનો તફાવત નીચેની ફોટોમાં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, યશોભૂમિ ઉદ્ઘાટનને લઈને વાયરલ થયેલો દાવો ખોટો છે. મોચી અને કુંભાર બે અલગ-અલગ લોકો હતા. બંનેની તસવીરો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:યશોભૂમિના ઉદ્ઘાટન માટે આવેલા કારીગરોની તસવીરો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: MISSING CONTEXT