વર્ષ 2012ની એન્ટી નાટો રેલીને હાલની ગણાવી જણાવાવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, અમેરિકાની સૈન્યનો ગણવેશ પહરેલા લોકો શરૂઆતમાં થોડુ ભાષણ આપી અને કોઈ વસ્તુને રસ્તા પર ફેકી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકા અને ઈરાકમાં લડનારા 40 હજાર સૈનિકોએ હાલમાં રાજીનામું આપી અને મેડલ ફેકી દિધા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2012નો છે. તેમજ 50 અમેરિકાના સૈનિકો દ્વારા એન્ટી નાટો રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો. હાલમાં 40 હજાર સૈનિકો દ્વારા રાજીનામું આપી વિરોધ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yoddha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી અમને Democracy Now! નામની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. 21 મે 2012ના રોજ અપલોડ કરવામાં આવેલા વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સિકાગોમાં ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધોના દિગ્ગજો, તેમજ અફઘાન ફોર પીસના સભ્યોએ હજારો લોકોની શાંતિ કૂચનું નેતૃત્વ કર્યું. ઇરાક વેટરન્સ અગેન્સ્ટ ધ વોર એક સમારંભ યોજાયો હતો જ્યાં લગભગ 50 દિગ્ગજોએ નાટો સમિટની દિશામાં યુધ્ધ ચંદ્રકો ફેંકીને દિધા હતા.

તેમજ આ ક્લુના આધારે સર્ચ કરતા અમને Reuters દ્વારા 20 મે 2012ના આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “50 અમેરિકી સૈનિકોએ તેમને મળેલા યુધ્ધ ચંદ્રકોને રસ્તા પર ફેકીને એન્ટી નાટો રેલીમાં ભાગ લીધો હતો.

Reuters | Archive

ધ ગાર્ડિયન અને એનબીસીસિકાગો દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2012નો છે. તેમજ 50 અમેરિકાના સૈનિકો દ્વારા એન્ટી નાટો રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો. હાલમાં 40 હજાર સૈનિકો દ્વારા રાજીનામું આપી વિરોધ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:વર્ષ 2012ની એન્ટી નાટો રેલીને હાલની ગણાવી જણાવાવામાં આવી રહી…

Fact Check By: Yogesh Karia 

Result: False