તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે બનેલી આ ઘટના અંગે ઇન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઇ રહી છે, વાયરલ થઇ રહેલી તસવીરમાં ભારતીય સેના એક સૈનિકને પકડીને બતાવવામાં આવી છે જે ચાઇનીઝ પીએલએ જેવા કપડાં પહેરેલો જોવા મળે છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય સેનાએ ઘુસણખોરી કરનાર ચીની સૈનિકોને બંધક બનાવ્યા તેનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Satish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય સેનાએ ઘુસણખોરી કરનાર ચીની સૈનિકોને બંધક બનાવ્યા તેનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટોને સાથે સંબંધિત ઘણી કડીઓ મળી, ઇન્ફ ન્યૂઝ વેબસાઈટ દ્વારા વાયરલ તસવીરને ભારતમાં ફિલ્મના શૂટિંગના ભાગરૂપે વર્ણવી છે. ફિલ્મનું નામ કલવાન રિવર વેલી છે. અમને મળેલી માહિતીની મદદથી, અમે વિવિધ કીવર્ડ્સ સાથે યુટ્યુબ પર સર્ચ કરતા અમને "Martial Art Ladakh" નામની ચેનલ પર આ તસવીર સંબંધિત મૂળ વિડિયો મળ્યો હતો. આ વિડિયો 3 ડિસેમ્બર 2020ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડિયોના શીર્ષકમાં લખ્યું છે, “lac movie Shooting in kargil Ladakh Behind the scenes. વિડિયોની લગભગ 5.48 મિનિટ પર, અમને વાયરલ ફોટો જોવા મળ્યો હતો. જેમાં લાલ પાઘડી પહેરેલ સૈનિક પાછળથી વાદળી યુનિફોર્મ પહેરેલા માણસને પકડતો જોવા મળે છે.

વાયરલ તસવીર અને યુટ્યુબ વિડિયોમાં મળેલા ફૂટેજનું તુલનાત્મક રીતે વિશ્લેક્ષણ કરતા અમને બંને ચિત્રો સમાન હોવાનું જણાયું.

અરૂણાચલ પ્રદેશમાં શું થયું?

હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, તાજેતરમાં ભારતીય અને ચીની સૈનિકો અરૂણાચલ પ્રદેશમાં સામ-સામે આવી ગયા ગતા. પીપલ્સ લિબરેશન આર્મીના લગભગ 100 સૈનિકોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર રોકવામાં આવ્યા હતા. બંને પક્ષોના સ્થાનિક કમાન્ડરોએ પ્રોટોકોલ મુજબ વાતચીત કરી અને મામલો ઉકેલ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, તે સાચુ છે કે ભારતીય સેનાએ તાજેતરમાં અરૂણાચલ પ્રદેશમાં ચીની સેનાના ઘૂસણખોરીના બીજા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ આ ઘટનાને વર્ણવતા જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે LAC નામની ફિલ્મના શૂટિંગના ફૂટેજમાંથી લેવામાં આવ્યો છે. આ ફિલ્મ ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચેની સરહદ પરના વિવાદ પર આધારિત છે.

Avatar

Title:ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

Fact Check By: Yogesh Karia

Result: Partly False