
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી કંગના રાણૌતના નામની એખ માહિતી વાયરલ થઈ રહી છે. પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી કંગના રાણૌત ભાજપ તરફથી હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં મંડી સીટ પરથી ચૂંટણી લડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભાજપ તરફથી હિમાચલ પ્રદેશની પેટાચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ક્યાંય પણ કંગના રાણૌતનું નામ નથી. વધુમાં આ યાદીમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, મંડી સીટ પરથી બાજપ દ્વારા બ્રિગેડિયર ખુશાલ ઠાકુરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ajay Patidar નામના ફેસબુક યુઝર દ્વારા 07 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવું લખવામાં આવ્યું છે કે, હિમાચલ પેટાચૂંટણી માં મંડી સીટ પર કંગના ને મેદાનમાં ઉતારી છે, કંગનાએ નવો નારો આપતા કહ્યું તમે મને મત આપો હું તમને બીજું કાંઈક આપીશ(). પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી કંગના રાણૌત ભાજપ તરફથી હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં મંડી સીટ પરથી ચૂંટણી લડશે.
Facebook Post | Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને BJP Himachal Pradesh દ્વારા 7 ઓક્ટોમ્બર, 2021 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હિમાચલ પ્રદેશ પેટાચૂંટણીને લગતી એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશની પેટાચૂંટણી માટે જાહેર થયેલા તમામ સીટના ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ ટ્વિટમાં એવી માહિતી આપવામાં આવી છે કે, હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી મંડી લોકસભા સીટ પરથી બ્રિગેડિયર ખુશાલ ઠાકુર, ફતેહપુર વિધાનસભા સીટ પરથી બલદેવ ઠાકુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પરથી નીલમ સરૈઈક તેમજ અર્કી વિધાનસભા સીટ પરથી રતનપાલસિંહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

જેના પથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં મંડી લોકસભા સીટ પરથી બ્રિગેડિયર ખુશાલ ઠાકુરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ દ્વારા પણ 7 ઓક્ટોમ્બર, 2021 ના રોજ ટ્વિટ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ દ્વારા મૂકવામાં આવેલી હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીના ઉમેદવારોની નામની યાદીમાં પણ ક્યાંય કંગના રાણૌતનું નામ જોવા મળતું નથી.
અમારી વધુ તપાસમાં અમને ટીવી9 હિન્દી દ્વારા પણ હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં મંડી સીટ પરથી ભાજપે બ્રિગેડિયર ખુશાલસિંહ ઠાકુરને ઉમેદવાર જાહેર કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.
અન્ય કેટલાક મીડિયા દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindi.news18.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભાજપ તરફથી હિમાચલ પ્રદેશની પેટાચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ક્યાંય પણ કંગના રાણૌતનું નામ નથી. વધુમાં આ યાદીમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, મંડી સીટ પરથી બાજપ દ્વારા બ્રિગેડિયર ખુશાલ ઠાકુરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Title:શું ખરેખર હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણીમાં મંડી સીટ પર ભાજપ તરફથી કંગના રાણૌતને ઉમેદવાર જાહેર કરવામાં આવી…?
Fact Check By: Vikas VyasResult: False
