શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા અન્ય દેશોના નેતાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2015 માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની બે દિવસીય મુલાકાત કરી ત્યારનો છે. નરેન્દ્ર મોદીને 153 દેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Shah નામના ફેસબુક યુઝર દ્વારા 21 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, , નરેન્દ્ર મોદી ૧૫૩ દેશ ના અધ્યક્ષ થયા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાની કોઈ જ માહિતી કે સમાચર પ્રાપ્ત થયા નહતા.

અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ Narendra Modi પર 28 સપ્ટેમ્બર, 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કેલિફોર્નિયાના સાન જોસ ખાતેના સાપ સેન્ટરમાં ભારતીય સમુદાયના સ્વાગત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ સંપૂરણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને ક્યાંય પણ એવી માહિતી પ્રાપ્ત થઈ નહતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

Archive

આજ માહિતી સાથેના સમાચાર વર્ષ 2015 માં અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. economictimes.indiatimes.com | thehindu.com | India TV

અમારી વધુ તપાસમાં અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ Narendra Modi પર કરવામાં આવેલી ટ્વિટ પણ જોઈ હતી. જેમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2015 માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની બે દિવસીય મુલાકાત કરી ત્યારનો છે. નરેન્દ્ર મોદીને 153 દેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા…?

Fact Check By: Vikas Vyas 

Result: False