શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો…? જાણો શું છે સત્ય….

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આવી તેમના સમર્થકો સાથે સભા સ્થળ પર પ્રવેશ કરે છે અને બાદામાં સ્તંભમાં લટકાવેલ ધ્વજને ફરકાવે છે અને બાદમાં રાષ્ટ્રગાન ગાવવામાં આવે છે. આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભાજપાનો ધ્વજ ફરકાવ્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ મે 2018નો છે. હાલનો 26 જાન્યુઆરીનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભાજપાનો ધ્વજ ફરકાવ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાનજવરનો 15 મે 2018નો એર અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ અનુસાર, “આ ઘટના મધ્યપ્રદેશના છતરપુરની ઘટના છે. જ્યા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એક સભાને સંબોધિત કરવા પહોચ્યા હતા.

Janjwar | Archive

Patrika દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલ અનુસાર, “છતરપુરની રાજનગર પંચાયતના ખજૂવા ગામમાં ‘ચલો પંચાયત કી ઔર’ કાર્યક્રમના આયોજનમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામેલ થયા હતા. જેની સાથે અન્ય વિધાયકો પણ જોડાયા હતા.

Patrika | Archive

યુટ્યુબ પર પણ આ વિડિયો મે 2018માં અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સાબિત થાય છે કે, આ વિડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2018નો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ મે 2018નો છે. હાલનો 26 જાન્યુઆરીનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો…?

Fact Check By: Yogesh Karia 

Result: Partly False