શું ખરેખર બિહાર ચૂંટણીમાં ભાજપની રેલીનો વિરોધ કરવામાં આવ્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેક્ટર પર ભાજપના ઝંડા ઘણા લોકો દેખાઈ રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં લોકો કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં ચૂંટણી પ્રચાર માટે નિકળેલી ભાજપાની રેલીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો બિહારનો નહિં પરંતુ હરિયાણામાં ખેડૂતો દ્વારા કિસાન બીલનો વિરોધ કરવામાં આવ્યો હતો તેનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Keshubhai Mahaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારમાં ચૂંટણી પ્રચારની ભાજપાની રેલીનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.

ત્યારબાદ અમે વિડિયોને ધ્યાનથી જોતા અમને પોલીસની એક કાર પર હરિયાણા પોલીસ લખેલુ જોવા મળ્યુ જે શંકા ઉપજાવે તેવું હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ રેલીમાં ભાજપાના નેતા રત્તનલાલ કટારિયા વિરૂધ્ધના નારા પણ સંભળાય રહ્યા હતા. જે ક્લુના આધારે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આઉટલૂક ઈન્ડિયાનો તારીખ 14 ઓક્ટોબરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર અંબાલામાં યુનિયન મિનિસ્ટર રત્તનલાલ કટારિયા અને કુરૂક્ષેત્રના સાંસદ નાયબ સિંઘ સૈની દ્વારા  કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આઉટલૂક ઈન્ડિયાનો આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

Outlookindia.com | Archive

ત્યારબાદ વધૂ સર્ચ કરતા અમને પંજાબ કેસરી હરિયાણાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિરોધ પ્રદર્શનનો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ વિડિયોના દ્રશ્યો તમે તેમાં જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા વિરોધનો નથી. આ વિડિયો હરિયાણાના અંબાલામાં કિસાન રેલી દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનનો છે. 

Avatar

Title:શું ખરેખર બિહાર ચૂંટણીમાં ભાજપની રેલીનો વિરોધ કરવામાં આવ્યો તેનો વિડિયો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False