રેલીમાં ઉમટેલી ભીડનો જૂનો ફોટો યોગી આદિત્યનાથની રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલીમાં ઉમટેલી ભીડનો એખ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથની રેલીમાં ઉમટેલી ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ ફોટો કલકત્તા ખાતે યોજાયેલી નરેન્દ્ર મોદીની જન ચેતના સભાનો હોવાની માહિતી આપવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dipesh Prajapati HiNdu નામના ફેસબુક યુઝર દ્વારા 22 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો યોગી આદિત્યનાથની રેલીમાં ઉમટેલી ભીડનો છે.

Yogi Adityanath Rally.jpg

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને deshgujarat.com દ્વારા 5 ફેબ્રુઆરી, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કલકત્તા ખાતે નરેન્દ્ર મોદીની જન ચેતના સભા દરમિયાન ઉમટેલી ભીડનો આ ફોટો છે.

screenshot-www.deshgujarat.com-2020.10.24-00_37_17.png

Archive

અમારી વધુ તપાસમાં અમને Truth by IBTl નામના ટ્વિટર યુઝર દ્વારા પણ આજ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં પણ આ ફોટો કલકત્તા ખાતે નરેન્દ્ર મોદીની સભાનો હોવાની માહિતી આપવામાં આવી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટોને ઉપરોક્ત માહિતી સાથે અન્ય એક ટ્વિટર યુઝાર દ્વારા શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો યોગી આદિત્યનાથની રેલીમાં ઉમટેલી ભીડનો નહીં પરંતુ વર્ષ 2014 માં કલકત્તા ખાતે યોજાયેલી નરેન્દ્ર મોદીની જન ચેતના સભામાં ઉમટેલી ભીડનો છે. 

Avatar

Title:રેલીમાં ઉમટેલી ભીડનો જૂનો ફોટો યોગી આદિત્યનાથની રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False