શું ખરેખર મહિલા દ્વારા માર-મારવાનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક મહિલા કુદી-કુદીને એક વ્યક્તિ પર હુમલો કરી રહી છે. 25 સેકેન્ડનો આ વિડિયોમાં સુરક્ષા કર્મી પણ હુમલો કરતો જોવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વિડિયો સુરત શહેરનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત શહેરનો નહિં પરંતુ દેશની રાજધાની દિલ્હીનો વિડિયો છે અને હુમલો કરનાર મહિલા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Surat Update નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલા દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વિડિયો સુરત શહેરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટીવીનાઈન ભારતવર્ષનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો દિલ્હીનો છે. આ ઘટના રાજધાની દિલ્હીના પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યા ફરજ પર હાજર ડિફેન્સ કર્મચારીને માસ્ક વગર સ્કૂટી ચલાવતી મહિલાને રોકવી ભારે પડી હતી. સ્કૂટી પર સવાર મહિલાએ તેની એક સાથી મહિલાને સ્થળ પર બોલાવી હતી, ત્યારબાદ મહિલાએ ડિફેન્સ કર્મચારી અને સહકર્મીઓને ઉગ્ર રીતે માર માર્યો હતો.

Zee News, India.com, Dilli Tak દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ઘણા એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ મહિલા સામે પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટનો ગુનો નોધવામાં આવ્યો છે.” આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

NDTV | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત શહેરનો નહિં પરંતુ દેશની રાજધાની દિલ્હીનો વિડિયો છે અને હુમલો કરનાર મહિલા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર મહિલા દ્વારા માર-મારવાનો આ વિડિયો સુરત શહેરનો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False