કિસાન આંદોલનને રોકવા માટે સેના બોલાવવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે સરકાર દ્વારા ભારતીય સેના બોલાવવામાં આવી તેના કાફલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતીય સેના દ્વારા સામાન્ય રીતે સૈન્યની સાધન સામગ્રી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી હોય તેનો છે જેને તાજેતરના કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Aashif Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બીજેપી સરકાર ને કિસાન આંદોલન કો કુચલ ને કે લિયે મીલેટરી ફોજ મંગવાઈ હૈ Sale chutiya sarkar farmar desh ke nagrik hai koi aantqwadi nahi vo to apna haq mang rahe hai....koi desh nahi... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે સરકાર દ્વારા ભારતીય સેના બોલાવવામાં આવી તેના કાફલાનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અંગેની માહિતીને ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડતી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા.
અમારી તપાસને મજબૂત બનાવવા માટે અમે ગૃહ મંત્રાલયના મીડિયા અને કોમ્યુનિકેશન વિભાગના ડીજી નીતિન વાંકંકરનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સૈન્યની તૈનાતી ગૃહ મંત્રાલય હેઠળ નથી આવતી, પરંતુ મારા જ્ઞાન મુજબ કિસાન આંદોલનને રોકવા માટે સૈન્ય બોલાવવામાં નથી આવ્યું.”
ત્યાર બાદ ફેક્ટ ક્રેસેન્ડોની ટીમે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુનો સંપર્ક કરતાં તેઓએ અમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની સાથે કરવામાં આવી રહેલો દિલ્હીમાં કિસાન આંદોલનને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી એ તદ્દન ખોટો છે. વીડિયોમાં જોવા મળતો સૈન્યનો કાફલો ખરેખર તોપખાનાઓ લઇને જતો હતો અને સામાન્ય પરિવહન પર હતો. કાફલા પાસે ફક્ત આર્ટિલરી મશીનો તેમજ સૈન્યના ટ્રકો જ જોઈ શકાય છે જેમાં સૈનિકો ક્યાંય જોવા મળતા નથી.”
અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું અને એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ભારતીય સેનાની નિયમિત થતી અવરજવરનો છે જેને હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતીય સેના દ્વારા સામાન્ય રીતે સૈન્યની સાધન સામગ્રી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી હોય તેનો છે જેને તાજેતરના કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
Title:કિસાન આંદોલનને રોકવા માટે સેના બોલાવવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False