જાણો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનને નામે વાયરલ નંબરનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટેનો જે નંબર 9090902024 મૂકવામાં આવ્યો છે એ ભજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબર સાથેની માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nayan Patel નામના ફેસબુક યુઝર દ્વારા 29 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સમગ્ર ભારતને. યુ.સી.સી. યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે. આ માટે દેશના નાગરિકોને તેમના અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું છે. પહેલેથી જ બે દિવસમાં 04 કરોડ મુસ્લિમો અને 02 કરોડ ખ્રિસ્તીઓએ યુસીસી વિરુદ્ધ મતદાન કર્યું છે. તેથી, અંતિમ તારીખ, 6ઠ્ઠી જુલાઈ પહેલા, દેશના તમામ હિંદુઓને યુસીસીની તરફેણમાં મત આપવા વિનંતી કરવામાં આવે છે. UCC ને સમર્થન આપવા અને દેશને બચાવવા માટે કૃપા કરીને 9090902024 પર મિસ્ડ કોલ આપો. તમારો કૉલ UCC ને સમર્થન તરીકે રેકોર્ડ કરવામાં આવશે અને સ્વીકારવામાં આવશે. કૃપા કરીને આ માહિતી બધા હિન્દુઓ સાથે શેર કરો. 9090902024 પર મિસ્ડ કોલ આપનારા તમામને શુભેચ્છાઓ. જય ભારત માતા. . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ન્યાય મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મુજબની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ નંબર સાથેની ટ્વિટ ભાજપ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 29 જૂન, 2023 ના રોજ કરવામાં આવી હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભાજપ સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂરા થવા બદલ ‘જનસંપર્કથી જન સમર્થન’ અભિયાન સાથે જોડાવા માટે તમે 9090902024 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો.
વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેની અન્ય ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Tweet 1 | Tweet 2 | Tweet 3
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટેનો જે નંબર 9090902024 મૂકવામાં આવ્યો છે એ ભજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબર સાથેની માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.
Title:જાણો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનને નામે વાયરલ નંબરનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: Misleading