જે.કે. પાટીદાર નામના એક ફેસબુક પેજ દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, स्मृति ईरानी अमेठी में सरपंच को देती हुई पकड़ी गई पकड़े जाने पर मचा भारी हंगामा ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 31 લોકોએ લાઈક કરી હતી, 3 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ ઉપરાંત પણ અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા આ માહિતીને ફેસબુક પર મૂકવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive | Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને स्मृति इरानी अमेठीमे सरपंच को नोट के बदले वोट के लिए 75000 दिए સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને બોલતા હિન્દુસ્તાન અને નેશનલ હેરાલ્ડ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા. જેમાં અમને જાણવા મળ્યું કે નેશનલ હેરાલ્ડ દ્વારા પોસ્ટમાં રહેલી માહિતીનો દાવો કરવામાં આવ્યો છે અને બોલતા હિન્દુસ્તાન દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા છે. આ બંને સમાચર તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Bolta Hindustan| Archive | Photo Archive

National Herald| Archive | Photo Archive

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નેશનલ હેરાલ્ડ અને બોલતા હિન્દુસ્તાન સિવાય બીજા કોઈ પણ મીડિયા દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા ન હતા. જો ખરેખર આવી કોઈ ઘટના બની હોત તો એ મોટા સમાચાર બન્યા હોત અને તમામ મીડિયા માધ્યમો પર તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત પરંતુ આવી કોઈ જ માહિતી અમને જોવા મળી ન હતી. આ ઉપરાંત નેશનલ હેરાલ્ડ એ કોંગ્રેસ સમર્થક હોવાથી એની માહિતી પર આસાનીથી વિશ્વાસ ન કરી શકાય.

ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારી તો અમને ટ્વિટર પર પણ બોલતા હિન્દુસ્તાન દ્વારા 2 મે, 2019 ના રોજ કરવામાં આવેલી ટ્વિટ પ્રાપ્ત થઈ જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ ખરેખર આવી કોઈ ઘટના બની છે કે કેમ? એ જાણવા માટે અમે યુટ્યુબનો સહારો લીધો અને स्मृति इरानीने अमेठी में वोट के लिए सरपंच को दिए ७५००० સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા હતા.

Youtube | Archive

આમ, ઉપરોક્ત પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સ્મૃતિ ઈરાનીએ વોટ માટે અમેઠીમાં સરપંચને 75,000 રૂપિયા આપ્યા એવી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જેથી આ દાવો ખોટો સાબિત થાય છે.

આ ઉપરાંત જો આવી કોઈ ઘટના ઘટી હોત તો કોઈના કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવી જ હોત અને એ સમાચાર પણ લોકો સમક્ષ આવ્યા હોત પરંતુ આ અંગે ચૂંટણીપંચમાં પણ કોઈ ફરિયાદ નોંધાઈ હોવાનું અમને માલૂમ પડ્યું ન હતું.

તમે અમારા આ સંશોધનને હિન્દી ભાષામાં પણ નીચેની લિંક પર જોઈ શકો છો.

Fact Crescendo Hindi Article

પરિણામ

આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સ્મૃતિ ઈરાની દ્વારા અમેઠીમાં સરપંચને વોટ માટે 75,000 રૂપિયા અપાયા હોય એવી માહિતી ક્યાંય પ્રાપ્ત થતી નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ પૈસા આપી વોટ ખરીદ્યા…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas

Result: False