પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચંબલ વિસ્તારનો નહિં તેમજ ભારતનો પણ આ વિડિયો નથી, આ ઘટના વર્ષ 2021માં બાંગ્લાદેશના ચાંદપુર નદીમાં બનવા પામી હતી.

હાલ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક નદીમાં ડુબી રહ્યો છે અને તેની પાછળ મગરમચ્છને પણ જોઈ શકાય છે. આ વિડિયોનો સોશિયલ મિડિયામાં બહોડા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ભારતના ચંબલનો છે અને એસડીઆરએફ દ્વારા આ બાળકનું રેસક્યુ કરવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujarati Akhbar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો ભારતના ચંબલનો છે અને એસડીઆરએફ દ્વારા આ બાળકનું રેસક્યુ કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb Article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ વિડિયો ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. બાંગ્લાન્યુઝ અપડેટ દ્વારા આ વિડિયો 19 જૂનના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયોને બાંગ્લાદેશના સિલ્હેટમાં જીઓટેગનો છે. જોકે, વધુ વિગતો આપવામાં આવી ન હતી.
ઉપરોક્ત ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ જ ઘટનાનો બીજો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 27 ઓગસ્ટ 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ ઘટના દર્શાવતો લાંબો વિડિયો છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ચાંદપુર ત્રણ નદીઓનું મુખ છે. હાલમાં આ ત્રણેય નદીઓના મુખ બહુ તોફાની છે. અવાર-નવાર કોઈને કોઈ લોંચ, ટ્રોલર, બોટ, સ્ટીમર કે લોકો અકસ્માતનો ભોગ બને છે. આજે એક છોકરો આ ભયંકર નદીમાં પડ્યો. સારા નસીબના કારણે છોકરાનો બચાવ થયો હોવાનું કહી શકાય. તમારા માંથી જેઓ આ ત્રણ નદીઓના નદીમુખની મુલાકાત લેવા આવે છે તેમણે નદીથી અંતર જાળવવું જોઈએ અને જેઓ બોટ લઈને નદી પર જાય છે તેઓએ લાઈફ જેકેટ પહેરવું જોઈએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચંબલ વિસ્તારનો નહિં તેમજ ભારતનો પણ આ વિડિયો નથી, આ ઘટના વર્ષ 2021માં બાંગ્લાદેશના ચાંદપુર નદીમાં બનવા પામી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ધસમસ વહેતી નદીમાં મગરો વચ્ચે કરવામાં આવેલા બાળકના રેસક્યુનુ શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
