શું ખરેખર હરિયાણામાં મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરનાર બેરોજગાર યુવકો પર કરવામાં આવ્યો ગોળીબાર…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎Amit Vaghela‎  નામના ફેસબુક યુઝર દ્વારા 27 સપ્ટેમ્બર,2019   ના રોજ Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुख्यमन्त्री निवास के बहार धरना दे रहे बेरोज़गार युवकों को मिली सौग़ात !!! आज सुबह सभी बेरोज़गार युवकों पर firing karvai gayi। चुनाव से पहले इस वीडियो को इतना फेलाए कि पूरे हरियाणा में फैल जाए।  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હરિયાણામાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાનની બહાર ધરણા પર ઉતરેલા બેરોજગાર યુવકો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 15 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 32000 થી વધુ લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.07-17_00_26.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર હરિયાણામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનની બહાર ધરણા કરી રહેલા બેરોજગાર યુવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ हरियाणा में बेरोजगार युवको पर गोलीबार સર્ચ કરતાં અમને કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત ન થતાં અમે અમારી તપાસને આગળ વધારી હતી અને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ઝારખંડ પોલીસ દ્વારા 31 ઓક્ટોમ્બર, 2017 ના રોજ એક મોકડ્રીલ કરવામાં આવી હતી તેનો આ વીડિયો છે. જેને સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેનો સત્યતા દર્શાવતો એક આર્ટિકલ ધ સિયાસત ડેઈલી દ્વારા 2 નવેમ્બરના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-m.dailyhunt.in-2019.10.07-17_53_52.png

 Archive

અમારી વધુ તપાસમાં અમને યુટ્યુબ પર પણ 1 નવેમ્બર, 2017 ના રોજ ઝારખંડમાં ખૂંટી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોકડ્રીલનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અંતમાં આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું કે, વીડિયોમાં 0.45 મિનિટ પછી એક એનાઉન્સમેન્ટ એવું કરવામાં આવે છે કે, અમે તમને એ બતાવવા માંગીએ છીએ કે, પછી એક સાયરન વાગે છે…જેમાં પોલીસે પોતાની સક્રિયતા દેખાડી અને એ સાબિત કરી દીધું કે કોઈ પણ વિકટ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ હંમેશા તત્પર છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હરિયાણામાં કોઈ બેરોજગાર યુવકો પર ગોળીબાર કરવામાં નથી આવ્યો આ એક પોલીસની મોકડ્રીલનો વીડિયો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ હરિયાણામાં મુખ્યમંત્રી નિવાસ બહાર કોઈ પણ પ્રકારે બેરોજગાર યુવકો પર ગોળીબાર કરવામાં નથી આવ્યો. આ વીડિયો વર્ષ 2017 નો છે. જેમાં ઝારખંડ ખાતે ખૂંટી પોલીસે 31 ઓક્ટોમ્બર, 2017ના રોજ એક મોકડ્રીલ કરી હતી તેનો આ વીડિયો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર હરિયાણામાં મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરનાર બેરોજગાર યુવકો પર કરવામાં આવ્યો ગોળીબાર…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False