શું ખરેખર કેન્દ્ર સરકારે તેના રિપોર્ટમાં કહ્યુ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા વધી રહી છે.?
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. "કેન્દ્ર સરકારના રિપોર્ટે કહ્યું ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે. ભક્તો આ કેન્દ્ર સરકાર દેશ દ્રોહી છે ગુજરાતને બદનામ કરી રહી છે." લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 159 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના રિપોર્ટમાં સામે આવ્યુ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે."
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર "કેન્દ્ર સરકારના રિપોર્ટે કહ્યુ ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે." લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર "केंद्र सरकार के रिपोर्ट ने कहा गुजरात में खेडूतो की आत्महत्या में बढ़ोती हुई है" લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર "central government said to Gujarat farmers suicide increase" લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને BUSINESS STANDARD નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, "ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ખેડૂતોએ વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2016માં વધારે આત્મહત્યા કરી છે."
ત્યારબાદ અમે NCRB ની ઓફિશિયલ વેબસાઈટ પરથી NCRB દ્વારા 21 ઓક્ટોબર 2019ના વર્ષ 2017ના ક્રાઈમના આંકડા જે પ્રકાશિત કરવામાં આવ્યા હતા તે પ્રાપ્ત થયા હતા. જે સંપૂર્ણ માહિતી અમે વાંચતા તેમાં ક્યાંય પણ ખેડૂતોની આત્મહત્યાની માહિતી આપવામાં આવી ન હતી. જે તમે નીચે વાંચી શકો છો.
કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી તે માહિતી NCRB દ્વારા પ્રકાશિત કરવામાં ન આવી હોવાનું TIMES OF INDIA એ 24 ઓક્ટોબર 2019ના તેમના અહેવાલમાં જણાવ્યુ હતુ.
ઉપરોક્ત પરિણામો બાદ અમે NCRB નો સંપર્ક કર્યો હતો અને ત્યાં હાજર રહેલા અધિકારીને આ અંગે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, "અમે આ પ્રકારે કોઈ માહિતી રાજ્ય સરકારને આપી નથી."
તેમજ બાદમાં અમે ગૂજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, "આ પ્રકારે કોઈ રિપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. કોઈ આવારા તત્વો દ્વારા આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવતા હોય છે."
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ રિપોર્ટ ગુજરાત રાજ્ય સરકારને આપવામાં આવ્યો નથી. લોકોને ભ્રામક કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ રિપોર્ટ ગુજરાત રાજ્ય સરકારને આપવામાં આવ્યો નથી. લોકોને ભ્રામક કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.
Title:શું ખરેખર કેન્દ્ર સરકારે તેના રિપોર્ટમાં કહ્યુ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા વધી રહી છે.?
Fact Check By: Yogesh KariaResult: False