શું ખરેખર આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Dhanji Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાપોદ્વા વરાછા રોડ સુરત” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તે ઘટના સુરતના કાપોદ્વા વિસ્તારમાં બનવા પામી છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ પર કાર ચડાવી ચાલક ફરારલખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે,“આ પ્રકારે કોઈ ઘટના સુરતમાં બનવા પામી નથી.” 

ત્યારબાદ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “25 માર્ચ 2018ના આ ઘટના આંધ્રપ્રદેશના કાફીનાડા વિસ્તારમાં બની હતી. દારૂ પીધેલા કાર ચાલકને રવિવારે ચેકિંગ માટે ઉભેલી પોલીસે રોકતા તે રોકાયો ન હતો અને જ્યારે પોલીસના જવાન તેની કાર સામે આવી ઉભા રહ્યા તો તેણે તેના પર પણ કાર ચઢાવી દિધી હતી. જેમાં બે પોલીસ કર્મચારી ઘાયલ પણ થયા હતા.” જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો.

NDTV | ARCHIVE

ARCHIVE

આ સિવાય પણ AMARUJALA, NAVBHARAT TIMES, JANSATTA, દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સુરતનો નહિં પરંતુ માર્ચ 2018નો આંધ્ર પ્રદેશનો વિડિયો છે. જેમાં દારૂ પીધેલા કાર ચાલકે પોલીસ પર કાર ચડાવી દીધી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સુરતનો નહિં પરંતુ માર્ચ 2018નો આંધ્ર પ્રદેશનો વિડિયો છે. જેમાં દારૂ પીધેલા કાર ચાલકે પોલીસ પર કાર ચડાવી દીધી હતી.

Avatar

Title:શું ખરેખર આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False