શું ખરેખર 14 થી 21 માર્ચ સુધી ચાર રાજ્યોની તમામ શાળાઓ બંધ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પ્લેટમાં કોરોનાને લઈ માહિતી આપવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરાકાર દ્વારા કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમના તમામ શાળાઓ 14 માર્ચ થી 21 માર્ચ સુધી બંધ કરવા આદેશ કરાયો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. ગત વર્ષે પણ આ ફેક લેટર વાયરલ થયો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vipul Gamit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરાકાર દ્વારા કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમના તમામ શાળાઓ 14 માર્ચ થી 21 માર્ચ સુધી બંધ કરવા આદેશ કરાયો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

આ સમાચાર ગત્ત વર્ષે પણ વાયરલ થયા હતા. જે અંગે સરકાર દ્વારા 13 માર્ચ 2020ના સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ પ્રકારે કોઈ આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી. પીઆઈબી દ્વારા રિલિઝ પ્રેસનોટ પણ તમે નીચે વાંચી શકો છો. 

https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1606395

ARCHIVE

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ગત વર્ષે પણ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી અને આ મેસેજ ખોટો હોવાની માહિતી આફવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.  

ARCHIVE

તેમજ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા પણ આ અંગે ટ્વિટ કરી અને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યા નથી. આ પત્ર ફેક છે. 

ARCHIVE

તેમજ ગુજરાતના આરોગ્ય સચિવ જંયતિ રવિ દ્વારા આ અંગે કોઈ આદેશ કરવામાં આવ્યો ન હોવાનું પણ જણાવ્યુ હતુ, ન્યુઝ18 ગુજરાતીને આપેલા ઈન્ટરવ્યુને તમે નીચે સાંભળી શકો છો. 

ARCHIVE

તેમજ હાલમાં પણ આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાનું ગુજરાતા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. ગત વર્ષે પણ આ ફેક લેટર વાયરલ થયો હતો.

Avatar

Title:શું ખરેખર 14 થી 21 માર્ચ સુધી ચાર રાજ્યોની તમામ શાળાઓ બંધ કરવા આદેશ કરાયો…?

Fact Check By: Yogesh Karia 

Result: False